ખેરાલુ શહેર પરથી રાત્રે વાવાઝોડું પસાર થવાની સંભાવનાઓ થી હાઇવે પર ટ્રાફિક એકદમ શાંત
હાલના સમાચાર મુજબ વાવાઝોડા ની દિશા થોડી પૂર્વ તરફ ફંટાતા મહેસાણા તરફ આવવાની શક્યતા વધી છે તે ધ્યાને લેતા ગ્રામ્ય લેવલથી તાલુકા લેવલ સુધી તમામ સ્ટાફ ખડે પગે હાજર રહે તે અતિ આવશ્યક છે. સાંજે ચાર વાગ્યાથી લઇને મોડી રાત સુધી નુકસાન કરી શકે તેટલી ગતિથી પવન અને સાથોસાથ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ સંજોગોમાં શહેરી વિસ્તારમાં નગર પાલિકાનો તમામ સ્તફ તથા ગ્રામ્ય વિસ્તારમાં તમામ તલાટી મિત્રો પોતાના ગામે ખડે પગે હાજર રહે તે ખુબ જ જરૂરી છે. આપ કોઈપણ પ્રકારની બેદરકારી રાખશો નહીં. કાચા મકાનો તથા છાપરા-પતરાવાળા ઘરમાં રહેતા ઇસમોને પ્રાથમિક શાળા,કોમ્યુનિટી હોલ, વાડી કે અન્ય કોઈ પણ સલામત સ્થળે તાત્કાલિક ખસેડો. સ્વૈચ્છિક સંસ્થા મારફત આ લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાવો. જે ગામે આપ ચાર્જમાં હોય ત્યાં પહોંચી ન શકો તો યોગ્ય વ્યવસ્થા કરવા માટે સરપંચ શ્રી ને માર્ગદર્શન આપો.
દરેક ટીડીઓશ્રી તલાટી ગ્રુપમાં તમામના લોકેશન મેળવી તેઓ હેડ ક્વાર્ટર માં રહે તે સુનશ્ચિત કરે, સતત તેમના સંપર્કમાં રહી માર્ગદર્શન આપો. મામલતદારશ્રી તાલુકાના મહત્વના કર્મચારીઓના નંબર ગ્રુપમાં શેર કરે.
તમામ મિત્રો પોતાના મોબાઈલ ચાર્જ રાખો બેટરી બેકઅપ ની વ્યવસ્થા પણ કરી રાખો. સાંજ પછી વીજ પુરવઠો ખોરવાવાની શક્યતા રહેલ છે
આજે સમગ્ર રાત દરમિયાન વીજ પુરવઠો ખોરવાવાની પૂરી શકયતા છે, તેના લીધે ઉપસ્થિત થનાર તમામ મુશ્કેલીઓ સામે તૈયાર રહેવું. ટોર્ચ હાથ લગી રાખવી. મોબાઈલ ચાર્જ રાખવા. પાણીની ટાંકી,સંપ વગેરે મોટરથી ભરવાના થતા હોય તે ભરીને રાખવા,તે જ પ્રમાણે ની સૂચનાઓ દરેક ઘરે ઘરે પહોંચે તે માટે બનતા પ્રયત્નો કરવા.
જ્યા લોકોને સ્થળાંતરીત કરવાની જરૂરિયાત જણાય ત્યાં તેમને સ્થળાંતરિત કરવાની જગ્યાની પસંદગી કરી રાખવી,તે જગ્યા અંગે તથા સ્થળાંતર કરવા અંગે લોકોને સમજૂત કરી રાખવા, અંતર વધારે હોય ત્યાં ટ્રેક્ટર વગેરે સાધન હાજર રાખવા, ફુડ પેકેટ વિતરિત કરે તેવી સ્વયંસેવી સંસ્થાઓ સાથે સંપર્કમાં રહેવું.
વિશેષ પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે તેવા તમામ કર્મચારી સ્વયંસેવી યુવાનો સાથે જીવંત સંપર્ક સ્થાપિત રાખવો.
ખેરાલુ પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા એ તાઉતે વાવાઝોડા સંદભૅ ખેરાલુ વડનગર અને સતલાસણા તાલુકાના લોકોને ને સાવચેતી ના પગલાં સારૂ માહિતગાર કરયૉ.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment