કોરોના મહામારીના સમયે ડભોઇ તાલુકાના કાયાવરોહણના
નવસર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અંતિમ સંસ્કાર માટે ખાંપણની નિ:શુલ્ક સેવા હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના નવસર્જન ટ્રસ્ટ દ્વારા ગામમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો મૃતકના અંતિમ સંસ્કાર માટે ખાંપણની નિઃશુલ્ક સેવા આપવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો છે. જેમાં અંતિમ ક્રિયામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની સુવિધા આપવામાં આવતી હોઈ કાયાવરોહણ ગામના લોકોમાં આ કાયૅની પ્રશંસા થવા પામી છે. હવે જ્યારે ગામમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થશે તો અંતિમવિધિ માટે ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી માટે દોડધામ કરવી નહીં પડે
હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે અને લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે "સેવા પરમો ધર્મ" ઉક્તિ હેઠળ માનવ સેવા જ પરમ ધર્મ છે તેને સાર્થક કરવા માટે ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના નવસર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને તેના સેવાભાવી યુવાનો વિકાસભાઈ પટેલ, કલ્લીકભાઈ પટેલ, કેયુરભાઈ પટેલ તેમજ તેઓના સ્વર્ગસ્થ મિત્રો સ્વ. પિનાકીનભાઈ ગાંધી તેમજ સ્વ. મેહુલભાઈ પટેલ દ્વારા તેમજ ગામના નવયુવાનોના સહયોગથી અંતિમ સંસ્કાર માટે ખાંપણની નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. જેથી કાયાવરોહણ ગામના ગ્રામજનોને મોટી રાહત થશે. આ નવસર્જન ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અન્ય સામાજિક, ધાર્મિક સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવતી હોય છે .જેથી ગામ લોકોમાં આ નવસર્જન ટ્રસ્ટની સેવાઓ પ્રશંસાને પાત્ર બનવા પામી છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - નિમેષ સોની ડભોઇ
Post a Comment