ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૩૦ મી પુણ્યતિથિ એ ડભોઇ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
આજરોજ ૨૧મી મેં ના રોજ ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૩૦ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાજીવ ગાંધીની પ્રતિમા-તસ્વીર ને પુષ્પાંજલિ અને સુત્તરની આંટી પહેરાવી સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
૨૦ ઓગસ્ટ ૧૯૪૪ ના રોજ જન્મેલ રાજીવ ગાંધી ભારતના માત્ર ૪૦વર્ષની સૌથી નાની ઉંમરે ભારતના છઠ્ઠા વડાપ્રધાન બન્યા હતા. સ્વ. રાજીવ ગાંધી ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી ભારતના વડાપ્રધાન પદે રહી ભારતને નવી ઊંચાઇ ઉપર લઇ જવા અને સર્વાંગી વિકાસ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા સ્વ. રાજીવ ગાંધીએ યુનાઈટેડ કિંગડમમા અભ્યાસ કર્યો હતો અને ૧૯૬૬માં ભારત પરત ફરી રાજ્યની માલિકીની ઈન્ડિયન એરલાઈન્સમાં વ્યવસાયિક પાઈલટ બન્યા હતા. ત્ત્યારબાદ ૧૯૬૮માં સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા હતા.૧૯૮૦ ના દાયકામાં સંજય ગાંધી ના અવસાન પછી તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા અને તેમના માતા સ્વ.ઇન્દિરા ગાંધીના અવસાન પછી તેમના સમયમાં કોંગ્રેસે જબરજસ્ત પ્રગતિ કરી હતી અને લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ૪૧૧ બેઠકો મેળવી હતી.
આમ રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન સમગ્ર દેશમાં કોંગ્રેસનો પાયો રાજકીય રીતે ખૂબ જ મજબૂત બન્યો હતો સ્વ. રાજીવ ગાંધી અમેઠી લોકસભા બેઠક ઉપર થી લોકસભાના સાંસદ બન્યા હતા. ૨૧મેં ૧૯૯૧ના દિવસે એલ.ટી.ટી.ઈ દ્વારા તમિલનાડુ ખાતે આત્મઘાતી બોમ્બરનો ઉપયોગ કરી માત્ર ૪૬ વર્ષની ઉંમરે જ તેમની હત્યા કરવામાં આવી હતી. આમ તેમના કાર્યકાળ દરમિયાન સમગ્ર દેશમાં કોંગ્રેસનો પાયો મજબૂત બન્યો હતો. તેમના વડાપ્રધાનપદના સમય દરમિયાન ભારતનો વિકાસ કરવા માટે એમને સખત પ્રયત્ન કર્યા હતા.
આમ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઇના કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજીવ ગાંધીની પ્રતિમા- તસ્વીરને સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી અને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે ડભોઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, સ્થાનિક કોંગ્રેસી આગેવાનો અને નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યો હાજર રહ્યા હતા.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - નિમેષ સોની ડભોઇ
Post a Comment