વેદના, સંવેદનાની ખેવના મહેશ રાજગોર

વેદના, સંવેદનાની ખેવના મહેશ રાજગોર


જગતના તાતની આખા વર્ષની મહેનત ઉપર ગણત્રીના કલાકોમાં પાણી ફરી જાય એ વેદના ઘરના મોભી જ જાણતા હોય. બિયાંરણ, ખાતર સાથે ખેતરમાં વર્ષભરની મહેનત બાદ એ ભોળા જીવને આશા હોય કે, વર્ષ સારું જશે ને માથા ઉપરથી કરજ ઓછું થશે. કુદરતી કહેરમાં અત્યારે એમની શું મનોદશા હશે એ કલ્પના માત્ર કરી જુઓ ! માલ ઢોર પર લીધેલી લોન, ખેતરમાં ભાડેથી ચલાવેલા ટ્રેકટર સહિતના ખર્ચનો હિસાબ પણ નહીં લગાવ્યો હોય ત્યાં તો અણધારી આફતમાં આ મૂઢમારથી થયેલી હાલત  દુખદાયી છે. 


બહારગામ રહેતા સંતાનને તકલીફ પડે ત્યારે અનાજથી લઈને રોકડા પૈસા મોકલનાર બાપની પરિસ્થિતિનો શહેરમાં રહેતા ન ય સમજે. ખેડૂતો માત્ર પાકનું વાવેતર નથી કરતો, એ વાવેતર સપનાનું પણ હોય છે. ઘરના પ્રસંગોને પુરા કરવાના કોડ હોય છે કિસાનને. વરસ સારૂ જશે તો વાડીએ સારી ઓરડી બનાવશું કે નળીયાવાળા ઘર પર સ્લેબ ભરીશું એવી કલ્પનામાં રહેતા જગતના તાતને ખબર પણ ન હોય કે સ્લેબ ભરવાના બદલે વાડીના પતરા અને ઘરના નળીયા પણ સલામત નહીં રહે. 


વાવાઝોડામાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, સૌરાષ્ટ્રમાં ને દરિયાઈ વિસ્તારમાં તારાજીનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ અને પીડાદાયક છે. કુદરતના કહેર આગળ માનવ લાચાર છે. પ્રભુપ્રાર્થના કે કોરોનામાં લોકડાઉનને કારણે આપણા સ્નેહી સ્વજનને આર્થિક મુશ્કેલી આવી હોય, ત્યાર બાદ કુદરતી આફત સમાન તોકતે વાવાઝોડામાં દાઝયા ઉપર ડામની પરિસ્થિતિ ન થાય અને કુદરતની વિષમ પરિસ્થિતિમાંથી ઉગારવા આપણું યોગદાન આપીએ ! 


વિનંતી કે, આપણે સૌ નોધારા, પીડીતોને મદદ કરીએ. મદદ ન કરી શકીએ તો મજાક તો ન જ કરીએ !

0/Post a Comment/Comments

Stay Conneted

Domain