નાગરિકોને ઉકળાટથી રાહત-વરસાદી ઝાપટાંને પગલે વાતાવરણમાં ઠંડક

નાગરિકોને ઉકળાટથી રાહત-વરસાદી ઝાપટાંને પગલે વાતાવરણમાં ઠંડક


તાઉ-તે' વાવાઝોડાની અસર થી ડભોઇમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા -ટાવરોડ ઉપરની એક દુકાનની દિવાલ ધરાશય



તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા  તાઉ-તે' વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે.જેમાં સોમવારે મોડી રાત્રે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવાઝોડું પ્રવેશ્યું હતું અને પ્રચંડ તીવ્ર ગતિ સાથે પવનો ફૂંકાતા વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી હતી .જેમાં આજરોજ વહેલી સવારથી ડભોઇમાં પણ તીવ્રગતિ સાથે પવન ફૂંકાયો હતો અને સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

 

       

છેલ્લા કેટલાક દિવસોથી પ્રચંડ ગરમી અને ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા હતા. પરંતુ આ વાવાઝોડાને કારણે ડભોઇમાં ઠંડા પવનો ફુંકાયા હતા અને સાથે સાથે વરસાદનું પણ આગમન થયું હતું . મંગળવારે વહેલી સવારથી ડભોઇ નગર અને તાલુકામાં  તેજ ગતિએ પવનો ફૂંકાયા હતા અને સાથે ધીમી ગતિએ વરસાદી ઝાપટાં પણ શરૂ થઈ ગયા હતા .આ તેજ પવનને કારણે ડભોઇ નગરના ટાવર પાસેના ઉભા રોડ ઉપરની એક દુકાનની દિવાલ ધરાશયી થઇ હતી.પરંતુ  સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી. ડભોઇ નગર અને તાલુકામાં મોટા પાયે કોઈ પણ પ્રકારનું નુકસાન થવા પામ્યું ન હતું.


પરંતુ પવનની ગતિ વધતા અને વરસાદી ઝાપટા પડતા સમગ્ર નગર અને તાલુકામાં ઠંડક પ્રસરી ગઇ હતી જેને પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ અનુભવતા નગરજનોએ રાહત અનુભવી હતી. તેજ ગતિએ પવન ફૂંકાવાના કારણે ડભોઇના કેટલાક વિસ્તારોમાં વીજળીનો પ્રવાહ ડૂલ થઈ ગયો હતો અને વરસાદી ઝાપટાં પડવાના કારણે કેટલાક  નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા હતા. આમ ભરઉનાળે વાવાઝોડાને કારણે આલ્હાદક વાતાવરણનો લોકોએ અનુભવ કર્યો હતો.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain