ખેરાલુમાં ડૉ હરેશ પટેલ દ્વારા ખેરાલુ માં હડતાલ પાડનારા ડોક્ટર્સ અને સ્ટાફ સામે ફરિયાદ દાખલ કરાઇ
સમગ્ર દેશમા મહામારીના સમયે હડતાલ પાડી સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ભારે પડ્યો ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારી મળી રર વિરૂધ્ધ એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધાયો. સરકારશ્રીની સુચના મુજબ ખેરાલુ તાલુકા હેલ્થ ઓફીસરે પોલીસ ફરિયાદ નોંધાવી કોરોનાની મહામારીમાં સારવારના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં ખેરાલુ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ફરજ બજાવતા ૮ જેટલા આયુષ્ય ડોક્ટર્સ અને ૧૪ જેટલા આરોગ્ય કર્મચારીઓએ છેલ્લા ૧પ વર્ષથી નોકરીમાં કાયમી નહીં કરવા જેવા મુદ્દાઓ પર સરકારને બાનમાં લઇને ગત રવિવારથી સદંતર હડતાલ પાડતાં સરકારશ્રીની સુચનાથી અહીંના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.હરેશભાઇ પટેલે ઉક્ત રર જણા સામે એપેડેમિક એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવતાં આરોગ્ય ક્ષેત્રે ખળભડાટ મચી જવા પામ્યો છે.
ખેરાલુ તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી જ્યાં મોટાભાગનો સ્ટાફ હડતાલ પાર ઉતર્યો છે. આપને જણાવી દઇએ કે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ૧પ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવતા આયુષ્ય ડોક્ટર્સ અને મેઇલ-ફીમેલ નર્સોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા કાયમી પોસ્ટીંગ પામેલા ડોક્ટર્સ અને સ્ટાફને પગાર ધોરણથી માંડી જે સુવિધાઓ આપવામાં આવે છે તે આ લોકોને નથી મળતી. જીવના જોખમે કોરોનાની મહામારીમાં આરોગ્ય કર્મચારીઓ દિવસ-રાત પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવતા હોવા છતાં તેમને સરકાર દ્વારા આજદીન સુધી કોઇ જ લાભ આપવામાં આવ્યો નથી. આથી કંટાળેલા આયુષ્ય ડોક્ટર્સ અને કર્મચારીઓએ ગત રવિવારથી સદંતર હડતાલ પાડી હતી. જોકે હડતાલ પાડવાનો સમય અયોગ્ય પસંદ કર્યો હોવાથી સરકાર દ્વારા આ તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે.
ખેરાલુ શહેરમાં આવેલું અર્બન હેલ્થ સેન્ટર હડતાલને કારણે સુમસામ ભાષી રહ્યું છે. અહીંના તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.હરેશભાઇ પટેલનું કહેવું છે કે હાલમાં ગુજરાત રાજ્ય કોવીડ-૧૯ની મહામારી સાથે વાવાઝોડાની બમણી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આવા સમયે રાજ્ય સરકારે કોઇપણ પ્રકારની રેલી, હડતાલ પ્રદર્શનો યોજવા પર પ્રતિબંધ મુકેલ છે. અને દરેક કર્મચારીને પોત પોતાની જગ્યાએ સતત ફરજ પર હાજર રહેવા આદેશ કરેલ છે. તેમ છતાં ખેરાલુ આરોગ્ય વિભાગના કેટલાંક ડોકટર્સ અને કર્મચારીઓએ ગત ૧૬મી મે ના રોજથી હડતાલ પાડેલ છે અને તેમને ૧૯મીએ ફરજ પર હાજર થવા જણાવેલ હતું. પરંતુ તેની હડતાલ ચાલુ રાખી સરકારના આદેશોની ધરાર અવહેલના કરેલ હોઇ સરકારશ્રીના આદેશ મુજબ આ તમામ સ્ટાફ વિરૂધ્ધ એપેડેમિક એક્ટ અંતર્ગત અત્રેના પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે.
આરોગ્ય વિભાગે આ રર જણા સામે ફરિયાદ નોંધાવી ૧. જગદીશકુમાર અંબાલાલ પ્રજાપતિ (આયુષ્ય એમ.ઓ. ડભોડા પીએચસી) ર. કમલેશભાઇ અમૃતભાઇ શ્રીમાળી (ચાણસોલ પીએચસી) ૩. અલ્પેશભાઇ ગોરધનભાઇ પટેલ ( પાન્છા પીએચસી) ૪. જસ્મીન સેવંતીલાલ મોદી ( ચાડા પીએચસી) પ. રણજીતસિંહ દશરથજી હડીયોલ (આયુષ્ય એમ.ઓ. તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) ૬. મીલનબેન નટવરલાલ પટેલ (તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) ૭. અમિતભાઇ અમૃતલાલ પટેલ (તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) ૮. વિજયકુમાર ભીખાભાઇ પટેલ (તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) ૯. ગાર્ગીબેન મહેન્દ્રભાઇ પટેલ (તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) ૧૦. દેવાંશીબેન કાનજીભાઇ ચૌધરી (તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) ૧૧. ભુમીબેન અજીતસિંહ રાણા (તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) ૧ર. ફાલ્ગુનીબેન ભાનુપ્રસાદ લીમ્બાચિયા (તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) ૧૩. કાજલબેન ગુલાબસિંહ ઠાકોર (તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) ૧૪. રંજનબેન વસતાભાઇ લેઉવા (તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) ૧પ. નીધીબેન પ્રભુદાસ પ્રજાપતિ (આરએનએમ ખેરાલુ-૧) ૧૬. ચંદ્રીકાબેન સોમાભાઇ પ્રજાપતિ ( આરએનએમ ખેરાલુ-ર) ૧૭. કૃણાલભાઇ વાલાભાઇ પ્રજાપતિ (પીએચસી ડભોડા) ૧૮. ભાવિક પ્રવિણભાઇ વ્યાસ (પીએચસી પાન્છા) ૧૯. તપનભાઇ ફુલશંકર રાવલ (પીએચસી ચાડા) ર૦. દીપ્તીબેન ભીખાભાઇ શ્રીમાળી (પીએચસી ચાણસોલ) ર૧. નરોત્તમ અમૃતલાલ ભાખરીયા (તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) રર, બિપીનચંદ્ર કોદરલાલ પટેલ (તાલુકા હેલ્થ ઓફીસ-ખેરાલુ) ખેરાલુ ખાતે ટી એચ ઓ ડૉક્ટર હરેશ પટેલ દ્વારા સરકારના ફરમાન વિરુદ્ધ જનારા પર કોરડો વિઝાતા ફફડાટ વ્યાપ્યો છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment