રાપર તાલુકા ભાજપ દ્વારા શાસન ના સાત વર્ષ ની ઉજવણી કરવામાં આવી

રાપર તાલુકા ભાજપ દ્વારા શાસન ના સાત વર્ષ ની ઉજવણી કરવામાં આવીઆજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના શાસન એટલે કે ભાજપના અને એનડીએ ના શાસન ને સાત વર્ષ પૂર્ણ થતાં આજે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી તે મુજબ આજે રાપર તાલુકામાં ભાજપ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજીભાઈ કારોત્રા ભીખુભા સોઢા નિલેશ માલી તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા મહામંત્રી કાનજીભાઈ પટેલ. રામજી ભાઈ ચાવડા સહિત ના આગેવાનો એ ઉપસ્થિત રહી ઉજવણી મા ભાગ લીધો હતો તો ભીમાસર જિલ્લા પંચાયત શકિત કેન્દ્ર મા પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીતશે દેશ હારશે કોરોના માસ્ક પહેરો સુરક્ષશિત રહો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ જય હો ભાજપ સરકારઆજ રોજ  તારીખ ૩૦,૫,૨૦૨૧ને રવિવાર ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સાસન ને વડાપ્રધાન તરીકે (૭)સાત વર્ષ સફળતા પૂર્વક ના થતા સેવા એજ સંગઠન ના માધ્યમથી શક્તિ કેન્દ્ર દિઠ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું જેમકે માસ્ક,સેનીટાઈઝર,આયુર્વેદિક રોગ પ્રતિકારક શક્તિ માટે ની ગોળીઓ વિતરણ કાર્યક્રમ આડેસર,સણવા,,મોડા ખાંડેક,હમીરપર ગામે મોદી સાહેબ નો રેડિયો કાર્યક્રમ મન કી બાત સાંભળવામાં આવ્યો કાનપર તેમજ ભીમાસર  વગેરે ગામો માં સેવાકીય કાર્ય કરવામાં આવ્યું. એ શુભ અવસર પર જીલ્લા પંચાયત સદસ્ય આડેસર સરપંચ શ્રી ભગાભાઈ આહિર,રાપર તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહિલ,તાલુકા પંચાયત સદસ્ય શ્રી મોહનભાઈ બારડ,જમીન વિકાસ બેન્ક ના ડાયરેક્ટર શ્રી રામજીભાઈ બારડ,આડેસર શક્તિ કેન્દ્ર ના પ્રમુખ શ્રી દિપકભાઈ સુથાર,રાપર મહિલા મોરચા ના પ્રમુખ શ્રી દક્ષાબેન ઠક્કર,મહામંત્રી શ્રી કાનજીભાઈ પટેલ,હમીરપર શ્રી ભરતભાઈ રાજપૂત,કાનપર સરપંચ શ્રી અમૃતલાલ સુથાર,ખાડેક ઉપસરપંચ શ્રી તેમજ કાર્યકર શ્રીઓ,મોડા માજી સરપંચ શ્રી ધરમશીભાઈ,સણવા ગૌતમમારાજ, આયુર્વેદિક ડોક્ટર શ્રી શૈલેષભાઈ ડોડીયા તેમજ ભારતીય જનતા પાર્ટી ના નિષ્ઠાવાન સૌ કાર્ય કરો ભાઈ ઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain