"બેન્કિંગ ક્ષેત્રે ગ્રાહકો માટે કેશની લેવડદેવડના ટાઈમ માં પણ વધારો થાય તેવી લોકોમાંગ

હાલમાં કોરોનાના કેસ માં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે


"બેન્કિંગ ક્ષેત્રે ગ્રાહકો માટે કેશની લેવડદેવડના ટાઈમ માં પણ વધારો થાય તેવી લોકોમાંગ"સમગ્ર દેશમાં કોરોનાના કહેરે જ્યારે માઝા મૂકી ન હતી અને દેશમાં કોરોનાના સંક્રમિત કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો થઇ રહ્યો હતો. ત્યારે બેન્કિંગ ક્ષેત્રમાં બેંકના કર્મચારીઓ પણ સંક્રમિત થવાના કેસો બહાર આવ્યા હતા ત્યારે સરકારશ્રી અને રિઝર્વ બેન્ક દ્વારા બેંકના ગ્રાહકો માટે લેવડદેવડના ટાઈમમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. જેથી લોકો વધુ સંક્રમિત થાય નહીં‌‌. પરંતુ આ ટાઈમિંગ ની સમય મર્યાદા પૂર્ણ થવાની આરે છે અને હાલમાં દેશમાં કોરોનાના સંક્રમિત કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તેમજ કોવિડ હોસ્પિટલ માં પણ કોવિડ બેડો ખાલી થઈ રહ્યા છે જેને ધ્યાને લઇ હવે બેંકોમાં બેંક ગ્રાહકો માટે કેશની લેવડદેવડના ટાઈમ માં વધારો કરવામાં આવે તો બેંકોની બહાર ભર ગરમીમાં લોકોને લાંબી લાઇનોમાં ઊભુ રહેવું ન પડે છે.તેમજ નવા મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારે શરૂઆત ના દિવસોમાં પેન્શન લેવા માટે સિનિયર સિટીઝનોને લાઈનમાં ઉભુ રહેવું ન પડે તે માટે બેન્કોએ કેશની લેવડદેવડ માટે ના સમયમાં વધારો કરવો જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હાલમાં બેંક માં લેવડદેવડનો સમય સવારના ૧૦:૦૦ થી ૨:૦૦ કલાક સુધી એટલે માત્ર  ૪  કલાક જેટલો સમય જ બેંક ગ્રાહકોને મળે છે. જેમાં એક જ બેંકના કામમાં લાંબી કતાર માં ઉભા રહેવામાં સમય પૂર્ણ થઈ જાય છે અને બીજી બેંકમાં કામ માટે બીજા દિવસની રાહ જોવી પડે છે. જેથી નગરમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ગ્રાહકો નો પુષ્કળ પ્રમાણમાં ઘસારો જોવા મળી રહ્યો છે અને ગ્રાહકોમાં આ સમય મર્યાદા વધારવા માટેની લોકમાંગ ઉઠવા પામી છે.

           

જેથી સરકારે ગ્રાહકોની આ માગણીને લઇને નવી ગાઇડલાઇન માં બેંકના ટાઈમિંગ માં વધારો કરવો જોઈએ


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain