દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના લોકગાયિકા મિતલબેન રબારીએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો લોકોને ફરજીયાત રસીકરણ કરાવવા અપીલ કરી

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના લોકગાયિકા મિતલબેન રબારીએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો લોકોને ફરજીયાત રસીકરણ કરાવવા અપીલ કરીદેશુર ગઢવી ખંભાળિયા કોરોના વાયરસ કોવિડ - ૧૯ અન્વયે રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૪૫ વર્ષના તમામ લોકો માટે નિઃશૂલ્ક કોવિડ રસી અભિયાન અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર હોસ્પિટલ અથવા સરકાર દ્વારા આયોજિત અન્ય કોઈ પણ રસીકરણ કેમ્પ જેવા સરકારી રસીકરણ કેન્દ્રો પરથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૩ વર્ષીય લોકગાયિકા મિતલબેન રબારીએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો.


વધુમાં મિતલબેને વિના મૂલ્યે આપવામાં આવતા રસીકરણ અન્વયે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા રસીકરણ સુરક્ષિત છે અને રસીકરણએ આપણા અને આપણા પરિવારના આરોગ્ય માટે જરૂરી છે. તેમ જણાવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને રસીકરણ કરાવી આ લડતમાં રાજ્ય સરકારને સહકાર આપવા અને ફરજીયાત રસીકરણ કરાવવા માટે અપીલ કરી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે દ્રારકા ગુજરાત જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - દેશુર ધમા દ્રારકા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain