લ્યો કરો વાત રાપર તાલુકામાં બોગસ બાગાયતી પાક ની સહાય મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી ?
રાપર હાલ મા આવી ગયેલા તાઉ તૈ વાવાઝોડા મા સૌરાષ્ટ્ર અને દિવ મા નુકસાની કરી છે પરંતુ કચ્છમાં કોઈ પણ પ્રકારની વાવાઝોડા ની અસર થઈ નથી ત્યારે વાવાઝોડા ની અસર જ્યાં થઈ છે એવા સૌરાષ્ટ્ર અને મધય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત ના વિસ્તારમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વળતર આપવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને જેમા જે નુકસાન થયું તે મુજબ વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કચ્છમાં માત્ર સામાન્ય વરસાદ અને સામાન્ય પવન ની ઝડપ આવી હતી જેમાં કચ્છ મા માત્ર પાંચ ટકા જ નુકસાન થયું છે.
ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં તો માત્ર બે ત્રણ સ્થળે વરસો જુના લીમડા પીપળો અને અન્ય ઝાડ સિવાય કોઈ પણ નુકસાન થયું નથી ત્યારે રાપર તાલુકો એટલે બોગસ સહાય લેવા મા લગભગ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર પર આવતો હોય તો નવાઈ નહીં ભુકંપ મા પણ બોગસ મરણ સહાય એક છ વ્યક્તિ ને મકાન નુકસાન પર બે બે વગત સહાય કેશ ડોલ્સ સહિત ના બોગસ વળતર લઈ લીધું હતું તો ગત વાવાઝોડા દરમિયાન બોગસ પશુ મરણ મા પણ બોગસ સહાય લેવા મા આવી છે.
જેમાં ધેટાં બકરા મરણ પામ્યા હતાં અને ગાય ભેંસ બતાવી બોગસ સહાય આપવા મા આવી હતી તો ખેતરમાં ચોમાસામાં દરમિયાન જ વાવેતર કરવામાં આવે છે તેવા બોગસ ખેડૂતો એ પાક નુકસાન ની તેમજ બાગાયતી ખેતી ની નુકસાની આપવા આવી હતી ત્યારે હાલ મા આવેલા તાઉતે વાવાઝોડા મા રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા સહાય ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાપર તાલુકામાં ગણ્યા ગાંઠયા ખેડૂતો એ દાડમ અને ખારેક નું વાવેતર કરેલ છે ત્યારે રાપર તાલુકામાં બાગાયતી નુકસાન થયુ છે તે અંગે રાટર તાલુકામાં નુકસાન અંગે બોગસ નૂકશાન અંગે લગભગ છસો થી વધુ ખેડૂતો એ ફોર્મ ભર્યા હતા ત્યારે રાપર તાલુકામાં કોઈ પણ ખેતી પશુધન ખે બાગાયતી કે જાન માલ ને નુકસાન થયું નથી એવો રિપોર્ટ રાપર તાલુકા પંચાયત દ્વારા સર્વે કરી આપવા મા આવ્યો છે.
જેમાં અનેક રાજકીય નેતાઓ અને માજી સરપંચો અને આગેવાનો એ બાગાયતી ખેતી મા નૂકશાન નું વળતર આપવાની માગણી કરી હતી જો હકીકત મા તપાસ હાથ ધરવામાં આવે તો બોગસ સહાય મેળવવા માટે ની તજવીજ બહાર આવે તેવી શક્યતા છે આમ રાપર તાલુકામાં બોગસ સહાય માટે વધુ એક કારશો બહાર આવશે તેમ મનાય છે
Post a Comment