ડભોઇ સુખીયાપીર દરગાહ પાસેના શાંતિનગરમાંથી રૂ. ૧૦,૯૫૦ના મુદ્દામાલ સાથે ચાર જુગારીયાઓને ઝડપી પાડતી ડભોઇ પોલીસ

 " ડભોઇ સુખીયાપીર દરગાહ પાસેના શાંતિનગરમાંથી રૂ. ૧૦,૯૫૦ના મુદ્દામાલ સાથે ચાર જુગારીયાઓને ઝડપી પાડતી ડભોઇ પોલીસ "



વડોદરા જિલ્લામાં  જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ મહા નિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, પોલીસ અધિક્ષક સુધીરકુમાર દેસાઈ વડોદરા ગ્રામ્ય, નાયબ પોલીસ અધિક્ષક કે.વી. સોલંકી ડભોઇ ડિવિઝનનાઓએ આપેલ  સુચના અને માર્ગદર્શનને આધારે આજરોજ ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ વાઘેલાને બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે રાધે કોમ્પલેક્ષની સામેની બાજુ સુખીયાપીર દરગાહની પાસે આવેલ શાંતિનગરમાં આવેલા તિજોરીના કારખાના બહારના ઓટલા ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો પત્તા -પાના વડે પોતાના આર્થિક ફાયદા સારું રૂપિયા વડે હરજીતનો જુગાર રમી રમાડે છે .જેથી સદર બાતમી હકીકત વાળી જગ્યાએ પોલીસ સ્ટાફના જવાનોએ  જુગાર અંગેની રેઈડ કરતા સદર બાતમી વાળી જગ્યાએથી ચાર ઇસમોને જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઝડપી પાડયા હતા.


ઝડપાયેલા ચારેય ઈસમોની અંગઝડતી કરતા તેઓની પાસેથી રૂપિયા ૭,૪૦૦ તથા દાવ ઉપરના રૂ.૩,૫૫૦ તથા પત્તાપાના નંગ  (૫૨ ) મળી કુલ રૂપિયા ૧૦,૯૫૦નો મુદ્દામાલ કબજે કરી અને ઝડપાયેલા ચારેય ઈસમોની વિરુદ્ધ ડભોઇ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૧૨,ઈ.પી.કો.કલમ(૨૬૯), તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧(બી ) મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે અને ઝડપાયેલા ચારેય ઈસમો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી આરંભી છે જેને પરિણામે જુગાર રમતા ઈસમોમાં મોટો ફફડાટ ફેલાયો છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain