ડભોઇના વસઈની સગીરાનું બે વર્ષ સુધી શારીરીક શોષણ - સગીરાના પિતા ની પોલીસમાં

 [કુટુંબીજનોને મારી નાંખવાની વારંવાર ધમકી આપી]


ડભોઇના વસઈની સગીરાનું બે વર્ષ સુધી શારીરીક શોષણ - સગીરાના પિતા ની પોલીસમાં ડભોઇ તાલુકાના વસઇ ગામની એક સગીરાનું હવસખોર દ્વારા બે વર્ષ સુધી શારીરીક શોષણ આ હવસખોર સગીરાના પરિવારજનોને મારી નાંખવાની અને સગીરાના ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપતો.સદર હરસખોર સેવાલીયા નો હોવાનું જાણવા મળ્યું છે. આ દુષ્કૃત્યમાં હવસખોરની બેન પણ તેને મદદ કરતી હતી. આ અંગે છેવટે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સેવાલિયાના હવસખોર  અને તેને  મદદ કરતી તેની બેન સામે ગુનો નોંધી આગળની  તપાસ હાથ ધરી છે.


ડભોઇ તાલુકાના વસઇ ગામના એક રહીશે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના સેવાલિયા ગામની હુસેની સોસાયટીમાં રહેતા આરોપી સમીર હારૂનભાઇ વ્હોરા (મુળ રહે.ખઢાણા, તા. પેટલાદ  ,જિ.આણંદ) વર્ષ ૨૦૧૯થી અવારનવાર અમારા ગામે આવતો હતો અને મારી સગીર દીકરી હિના ( નામ બદલ્યું છે) સાથે સંપર્ક વધારી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. અને હિનાને અમારી જાણબહાર સેવાલિયામાં તેની ફોઇના ઘરે પણ તે લઇ જતો હતો. 


ફોઇના ઘરે હિના ને લઇ જઇને તેની મરજી વિરૂધ્ધ શરીર -સબંધ બાંધતો હતો. અને આ વાત કોઇને કહીશ તો તને અને તારા પરીવારને "જાનથી મારી નાંખીશ “ તેવી ધમકી હિનાને આપતો હતો. એક દિવસ ડભોઇ શિનોર ચોકડી નજીક આવેલી કેનાલ ખાતે હિના ને બળજબરીથી લઇ ગયો હતો. અને હિનાને તેના ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી જબરદસ્તી કરી હતી. 


તેથી હિના વધુ ગભરાઈ હતી. તે દરમિયાન સમીરની બેન રોઝીનાબેન ઉર્ફ ગુડ્ડીબેન સોહીલભાઇ વ્હોરા (રહે. ઝેબ્રા પાર્ક સોસાયટી, પર્સનલ કેર સ્કૂલની બાજુમાં, ૧૦૦ ફુટ રોડ, આણંદ ) પણ હિનાને તું મારા ભાઇ સાથે કેમ પ્રેમ સંબંધ રાખતી નથી ? મારો ભાઇ બોલાવે ત્યારે તારે એને મળવા આવવું પડશે જો નહીં આવે તો તને બદનામ કરી નાંખીશું અને તારા લગ્ન પણ ક્યાંય નહીં થવા દઇએ. 


તેમ કહી ધમકી આપતી રહેતી હતી. તેથી હિના વધુ ગભરાઈ ગઈ હતી અને આ બંને ભાઇ–બેનના ત્રાસથી છૂટવા પરિવારજણોને જાણ કરી હતી.આમ સગીર કન્યાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ભાઇ -બેનની વિરૂધ્ધ ગુનો નોંધી  આગળની  કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain