મોરબી તારીખ .૨૨ મે ૨૦૨૧
જેતપર અણીયારી વચ્ચેના રોડ પર વાહન હંકારતા લોકોને જાણે ચંદ્રની ધરતી પર વાહન ચલાવતા હોય તેવો અહેસાસ
મોરબીના જેતપર અણીયારી વચ્ચે રોડ પર મસમોટા ગાબડા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા રિપેર કરવાની માંગ ઉઠી જેતપર અણીયારી વચ્ચે રોડ બન્યો ખખડધજ રોડની હાલત મગરની પીઠ જેવી નાના વાહન ચાલકો માટે મોતનો રસ્તો રોડની દયનીય હાલત છતા નેતા મૌન કેમ ?
મોરબીના જેતપર અણીયારી વચ્ચે રોડની અતિ દયનીય હાલતથી નાના મોટા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અહીથી જુનાઘાંટીલા વેજલપર ખાખરેચી સુરવદર જુનાદેવળીયા રોડ પરના આવતા ગામડાઓના લોકો સીરામીક કારખાનામાં કામ અર્થે અપડાઉન કરતા હોય જે ત્રાહીમામ પોકારી ગયા છે આ રોડ અમદાવાદ સ્ટેટ હાઈવેથી મોરબી સુધી છેલ્લા લાંબા સમયથી બિસ્માર હોય તેમા પણ જેતપર અણીયારી વચ્ચેના રસ્તાનુ તો નામોનિશાન ન રહ્યું હોય તેમ મગરની પીઠ જેવો ખખડધજ રોડ બની જતા ભુતકાળમાં વિકાસના ગાબડામાં અનેક ફસડી પડ્યા છે.
તો અમુક લોકો આ રોડ પર મોતને ભેટ્યા હોવાના બનાવો બની ચુકયા છે છતા આ ઉબળ ખાબડ રસ્તામાં મજબુરી વશ વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે જેથી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે છતા સ્થાનીક નેતા કે તંત્રના પેટનુ પાણી હલતું નથી જેથી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે મોરબી જુનાઘાંટીલા સહીતના ગામોને જોડતો એકમાત્ર આ શોટકટ રોડ હોય જે હાલ મગરની પીઠ સમાન બની જતા વાહન ચાલકોની ઉંઘ હરામ થઈ ગઈ છે તદ્દઉપરાંત જેતપર સરકારી હોસ્પિટલમાં આજુબાજુના ૨૫થી વધુ ગામડાઓના ડીલીવરી કેસ લઈને ૧૦૮ વાનને આ રોડ પરથી પસાર થવાનુ હોય દર્દીની શુ હાલત થતી હશે તે વિચારવું જ રહ્યુ.
જે તંત્ર માટે શરમજનક બાબત છે અત્રે ઉલ્લેખનીય છેકે મોરબીથી હળવદ અને મોરબીથી અણીયારી જુનાઘાંટીલા રોડને ફોરલેન બનાવવા રૂ.૩૦૯ કરોડ મંજુર થયા છે છતા તંત્ર સારા ચોઘડીયાની રાહ જોઈ રહ્યું હોય તેમ હાલ આ રોડ ખખડધજ હાલતમાં બની ગયો હોવા છતા તંત્ર મગનું નામ મરી નથી પાડતું જે રોડ પર વાહન ચાલકોને કઈ દિશામાં વાહન ચલાવવુ તેની દિશા શોધવી પડે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે જેથી આ રોડનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અથવા હાલ કામચલાઉ રિપેરીંગ કામ કરવા વાહન ચાલકોમાં માંગ ઉઠી રહી છે આ રોડ પર સીરામીક કારખાના પડતા ૨૪ કલાક ધમધમતો રોડ બની ગયો છે આ રોડ ત્રણ તાલુકાના ગામડાઓને જોડતો એકમાત્ર રોડ છે જે છેલ્લા લાંબા સમયથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી આ રસ્તા પરથી પસાર થતા હજારો રાહદારીઓ પોતાના વાહન સાથે પસાર થાય છે જે રોડનો કચ્ચરઘાણ નીકળી જતા મસમોટા ગાબડાથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તેમજ જુનાઘાંટીલાથી હાઈવે સુધીના ૬ ગામોને મોરબી સુધી જોડતો એકમાત્ર મહત્વનો રોડ હોય આ વિસ્તારના ગ્રામ્ય લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બની જવા પામ્યો છે કારણ કે મસમોટા ગાબડા પડી ગયા હોવાથી નાના વાહન ચાલકોને અકસ્માતનુ ભોગ બનવું પડે છે તેમજ ડિલીવરી જેવા કેસોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે જેથી વાહન ચાલકોમાં આ રોડનું નવનિકરણ થાય તેવી લોકમાંગણી ઉઠવા પામી છે તેમજ હાલ ખખડધજ હાલતમાં રહેલા આ રોડની તાત્કાલિક મરામત કરવામાં નહી આવે તો મસમોટા ગાબડામાં કોઈ વાહન ચાલક મોતને ભેટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે અતિ દયનીય હાલતથી ટુવ્હીલર સહીતના વાહનચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ત્યારે આ રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને અકસ્માત સર્જાવાનો ભય સતાવે છે વિકાસની વાતો કરતા નેતા આ રોડ પર નજર કરે અને આ રોડની એવી તે ખરાબ અવદશા થઈ ગઈ છે કે ઘણી જગ્યાએ રોડનુ નામોનિશાન નથી રહ્યુ જેના કારણે જેતપર સરકારી હોસ્પિટલમાં જતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તાથી તૌબા પોકારી ઉઠેલા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે મંજુર થઈ ગયેલા રોડનુ નવસર્જન ક્યારે થશે એતો તંત્ર અને નેતા જાણે પરંતુ વાહન ચાલકોને હાલ આ રોડની દયનીય હાલતમાંથી રાહત મળે તેવુ સંતુષ્ટ રોડનુ રિપેરીંગ કામ તાત્કાલિક ધોરણે હાથ ધરે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મોરબી જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ : રજાક બુખારી મોરબી - ઘનશ્યામ ઉર્ફે ગોપાલ ઠાકોર
Post a Comment