"માસ્ક દંડ ઉઘરાવવામાં પોલીસ વ્યસ્ત અને લુંટારૂઓ બેફામ, ધોળે દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ"
ચાપાનેર દરવાજા પાસે આવેલી ચોકસી મોહનલાલ ડહ્યાલાલમાં બની લૂંટની ઘટના
કોરોના કાળ દરમિયાન આંશિક લોકાડઉનમાં ૨૩ દિવસ બાદ દુકાનો ખુલી છે. ત્યારે કોરોનાને ડામવા માટે માસ્ક પહેરવુ ફરજીયાત બન્યુ છે. જોકે માસ્ક નહીં પહેરનાર બેજવાબદારોને પકડી દંડ વસુલવામાં પોલીસ વ્યસ્ત હોય, ત્યારે શહેરમાં લુંટારૂ બેફામ બન્યાં છે. જેના પરિણામે ચાંપાનેર દરવાજા જેવા ભરચક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે લુંટની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ અલકાપુરી વિસ્તારમાંથી મહિલાનો અછોડો લૂંટવાની ઘટના હતી. જોકે ગણતરીના કલાકોમાં લુંટારૂઓની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. કોરોનાની અતિ ગંભીર બનેલી પરિસ્થિતિ વચ્ચે હવે છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં સરકારી આંકળા મુજબ ઘટાડો નોંધાઇ રહ્યો છે. જોકે કોરોના જતો રહ્યો હોય એમ હજીએ કેટલાક લોકો માસ્પ પહેર્યા વિના રસ્તા પર રખડતા જોવા મળી રહ્યં છે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સરકાર દ્વારા કોરોના ગાઇડલાઇન અનુસાર માસ્ક પહેરવુ ફરજીયાત બન્યું છે.
જેથી માસ્ક નહીં પહેરનાર લોકોને દંડવાની જવાબદારી પોલીસના સીરે આવી છે. તેવામાં પોલીસ એક તરફ માસ્ક દંડની ઉઘરાણી કરી ટાર્ગેટ પુરો કરવામાં વ્યસ્ત છે, ત્યારે શહેરમાં લુંટારૂઓ બેફામ બની ધોળા દિવસે લુંટને અંજામ આપી રહ્યાં છે. શહેરના ફતેપુરા સ્થિત ચાંપાનેર દરવાજા પાસે આવેલી ચોકસી મોહનલાલ ડહ્યાલાલ નામની જ્વેલર્સની દુકાન આવેલી છે. દુકાન માલિક પ્રફુલભાઇ ચોકસી નિત્યક્રમ મુજબ દુકાને પહોંચ્યાં હતા. જ્યાં તેઓ એકલા હતા દરમિયાન બે શખ્સો એકાએક દુકાનમાં ઘુસી આવ્યાં હતા. જેમાં બે પૈકીના એક શખ્સે હાથમાં ચપ્પુ બતાવી દુકાન માલિક પર હુમલો કર્યો હતો. જ્યારે બીજાએ દુકાનમાંથી અંદાજીત ૪ થી ૫ હજારની રોકડ રકમ લુંટી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે સ્થાનિક પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યાં હતા અને પોલીસે લુંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - નિમેષ સોની ડભોઇ
Post a Comment