વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાત વર્ષનો સુશાસનનો કાર્યકાળ પૂર્ણ
ડભોઇ ભાજપના કાર્યકરો દ્વારા ગરીબ બાળકોને ફૂટ- બિસ્કિટનું વિતરણ
આજરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાત વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે તેની ઉજવણીના ભાગરૂપે ડભોઇ ભાજપાના કાર્યકરો દ્વારા ગરીબ બાળકોને ફ્રુટ - બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના આ સાત વર્ષના સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં સુશાસન ,વિકાસ, પ્રગતિ અને પરિવર્તનના ઘણા બધા શિખરો સર કર્યા છે. આમ તેમનો આ સાત વર્ષનો સુશાસનો સમયગાળો ભારત દેશ માટે ગૌરવવંતો બન્યો ગયો છે .જેથી આજરોજ ડભોઇ ભાજપાના કાર્યકરો દ્વારા " સેવા હી સંગઠન "ના કાર્યક્રમ હેઠળ નગરના જુદા જુદા શક્તિ કેન્દ્રો માં ગરીબ બાળકોને ફૂટ અને બિસ્કિટનું વિતરણ કરી મોદી સરકારના સફળતા પૂર્વકના સાત વર્ષના સમયગાળાની પૂર્ણતાની ઉજવણીના ભાગરૂપે ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ કારોબારીના સભ્ય શશીકાંતભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી ડો. બી.જે બ્રહ્મભટ્ટ ,ડભોઇ નગર ભાજપા પ્રમુખ ડો. સંદિપભાઈ શાહ ,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ) ,ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણી , નગરપાલિકાના સભ્ય સતિષભાઈ સોલંકી સહિત ભાજપાના સંગઠનના હોદ્દેદારો ,કાર્યકરો,તથા નગરપાલિકાના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - નિમેષ સોની ડભોઇ
Post a Comment