રાપર તાલુકા મા એક થી સવા ઈંચ વરસાદ
ગુજરાત મા તૌકતે નામ ના વાવાઝોડા ના લીધે સમગ્ર રાજ્યમાં વરસાદ થયો હતો ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા ના લગમણ ગામો એ એક થી સવા ઈંચ વરસાદ સવાર ના છ વાગ્યા થી સાંજ ના છ વાગ્યા સુધી થયો હતો સખ્ત પવન ના સુસવાટા વચ્ચે વરસાદ થયો હતો તાલુકા મથક રાપરમાં વરસાદ ના લીધે માર્ગો પર થી પાણી વહી નિકળ્યા હતા. તો રણકાંઠા ના ગામો મા રહેતા લોકો ને સલામત સ્થળે ખસેડવા માટે ભચાઉ પ્રાંત અધિકારી પી એ જાડેજા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા નોડેલ ઓફિસર કપુરીયા.
રાપર મામલતદાર એચ જી પ્રજાપતિ ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા રાપર પી. આઈ. એમ. એમ જાડેજા બાલાસર પીએસઆઇ બી. જે. પરમાર આડેસર પીએસઆઇ વાય. કે. ગોહિલ સહિત ના વન વિભાગ બાંધકામ માર્ગ મકાન વિભાગ પાણી પુરવઠા સહિત ના અધિકારીઓ એ લોકો ને ખસેડવા માટે સુચના આપી હતી.
રાપર તાલુકા ના રણકાંઠા ના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો જેથી વહિવટી તંત્ર દ્વારા લોકોને અને પશુધન ને સલામતી માટે પગલાં લીધા હતા. તો રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ સહિત ના પદાધિકારીઓ અને અધિકારીઓ એ તાલુકા ના સરપંચો તલાટી સાથે તાલમેલ મિલાવી ને લોકો ને વાવાઝોડા થી કઈ રીતે બચાવવા તે માટે સતત સુચના આપી હતી સમગ્ર વાગડ પંથકમાં ખડીર સહિત ના વિસ્તારોમાં એક થી સવા ઈંચ વરસાદ થયા ના વાવડ મળ્યા હતા.
Post a Comment