રાપર કચ્છ - તારીખ - ૨૪/૦૫/૨૦૨૧ રાપર
રાપર વિસ્તારનાં ત્રંબો ગામેથી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ -કચ્છ ,
ગાંધીધામ બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી મોકલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોઇ એલ.સી.બી.ની ટીમ પ્રોહી / જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારનાં જુના સંબો ગામમાં આવેલ રવેચીમાંના મંદિરની સામે આવેલ પાબુદાદા મંદિરની સામે મકાનમાં રેઇડ કરી નીચે જણાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસને સોપવામાં આવેલ છે.
હાજર ન મળી આવેલ આરોપીનું નામ : - નરપતસિંહ ઉર્ફે મુન્નો રણજીતસિંહ જાડેજા રહે. નવા ત્રંબો તા.રાપર મુદ્દામાલ : વિદેશી દારૂની અલગ અલગ બોટલો નંગ -૭૫૫ કિ.રૂ. ૭૫૫૦૦ / - બિયરના ટીન નંગ ૨૩૭ કી.રૂ .૨૩૭૦૦ / કલે દારૂ કિ.રૂ .૯૯,૨૦૦ / આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.એસ.દેસાઇ તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .
Post a Comment