આજોલ : ધર્મિષ્ઠા બેન: અને માં આનંદ મધુ રજનીશના પ્રથમ શિષ્યા નું દેહાંત
મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આજોલ ગામે સંસ્કાર તીર્થના સંસ્થાપક યોગમૂર્તિ મા, આનંદમધુ નો દેહ ઋષિકેશ ખાતે ગંગા કિનારે પંચમહાભૂત માં વિલિન થયો મા, આનંદમધુ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈના ભત્રીજી હતા. તેથી વિશેષ ઓશો રજનીશના પ્રથમ શિષ્યા ; વિજાપુર તાલુકાના આજોલ ગામે સંસ્કાર તીર્થ નામની સંસ્થામાં ધમિષ્ઠા બહેને રજનીશની યોગ શિબિર કરી હતી
અને રજનીશને આ સ્થળ મનોરમ્ય લાગતા રજનીશનો મુખ્ય આશ્રમ આજોલમાં સ્થાપવાનો નિર્ણય કરેલો પરંતુ એ વખતનું રાજકારણ વિરૂદ્ધમાં જતાં આજોલ ગામે રજનીશ આશ્રમ બનાવવાનો વિચાર પડતો મુક્યો હતો ! જે પાછળથી પૂનામાં એરોગન વિસ્તારમાં બનાવવામાં આવ્યો જેનું આજે આંતર રાષ્ટ્રીય સ્થાન છે. ધર્મિષ્ઠાબેન રજનીશના શિષ્ય ૧૯૦માં મનાલી ખાતે થયાં હતાં થયાં જે તે તેમના કાકા મોરારજી દેસાઈને પસંદન હતું એટલે મોરારજી અને તેમના અનુયાયીઓ રજનીશ અને ધર્મિષ્ઠા ના વિરોધી થયેલા આ, કડવાશ મોરારજી જીવ્યા ત્યાં સુધી જીવંત રહી ! ઘમિષ્ઠા બહેન મા, આનંદમધુ નામ ધારણ કરી યોગ અને રજનીશ ની વિચાર ધારાને સમર્પિત રહ્યા ! હું જ્યારે પુંધરા માં અભ્યાસ કરતો ત્યારે મારા દાદા સ્વ. નાનાલાલ મહારાજ ધર્મિષ્ઠા બેનની વિદ્વતા જ્ઞાન અને મહત્તા વિષે વાતો કરતા ત્યારે મને મળવાની ખુબ ઇચ્છા થતી હતી.
જે 200૬માં પુરી થઇ ; મારા દિકરા દર્શનને દૂન સ્કુલ દેહરાદુન ખાતે એડમિશન માટે ગયેલા ત્યારે રાત્રે પરત થતાં મા, આનંદમધુ નાઆશ્રમ માં રોકાવાનું થયું હતું ! ખબર નહોતી કે આ ધર્મિષ્ઠા બેન એટલે જ મા,આનંદ મધુ ! ત્યારે મારું બચપણ નું તેમને મળવાનું સપનું પૂરું થયેલું એ પ્રજ્ઞાવાન ઓજસ્વી અને યોગ મૂર્તિ હતાં તેમના ચહેરા ઉપર અલૌકિક ઊર્જા હતી આજે તે આપણી વચ્ચે નથી ! આજોલ ગામે તેમના વસવાટ દરમિયાન તે આપણી જ્ઞાતિના સ્વ.શંકરલાલ મગનલાલ રાવલના ઘરે જતાં સ્વ. શંકરલાલ પ્રાથમિક શાળાના શિક્ષક અને ધર્મિષ્ઠા બહેન સંસ્કાર તીર્થના આચાર્યા હતાં એ નાતે સંસ્કાર તીર્થના વિકાસ માટે મળતાં ; કોઈના ઘરનું પાણી પણ પીતા નહી આજોલના સ્વ. બાબુભાઈ શાહ અને ધર્મિષ્ઠાબહેનના ક્રાંતિકારી વિચારો માંથી સંસ્કાર તીર્થ નો જન્મ થયેલો ; જે કન્યા કેળવણી માટેની મિશાલ છે . ઓશો રજનીશની અનેકો ધ્યાન શિબિરો યોજાયી હતી દિવ્ય મૂર્તિ જ્ઞાન વિદૂષી મા, આનંદ મધુને કેટિકોટિ વંદન - રાજેન્દ્ર રાવલ
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment