પૂર્વ બાતમી આધારે કતલ કરવાના ઇરાદે કતલખાને લઇ જવાતા અબોલ જીવ ભેંસો નંગ -૦૩ ને આડેસરા પોલીસ ચેક પોસ્ટ ખાતેથી પકડી પાડતી આડેસર પોલીસ

પૂર્વ બાતમી આધારે કતલ કરવાના ઇરાદે કતલખાને લઇ જવાતા અબોલ જીવ ભેંસો નંગ -૦૩ ને આડેસરા પોલીસ ચેક પોસ્ટ ખાતેથી પકડી પાડતી આડેસર પોલીસ 



મુ.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી મુંગા પશુઓને કતલા કરવાના ઇરાદે કતલખાને લઇ જતા ઇસમો પર વોચ રાખી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ .જે અન્વયે આડેસર પોલીસ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન પૂર્વ બાતમી આધારે કતલ કરવાના ઇરાદે લઇ જતા અબોલ જીવ ભેસો નંગ- ૦૩ ને બચાવી એક ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

પકડાઇ જનાર આરોપી : ( ૧ ) રમજાનખાન અકબરખાન બલોચ , રહે.સેસણ નવા , તા.દિયોદર , જી.બનાસકાંઠા .  હાજર ન મળી આવેલ આરોપી : ( ૧ ) રામાભાઇ પચાણભાઇ રબારી રહે.વૌવા , તા.સાંતલપુર , જી.પાટણ ( રેઇડ દરમ્યાન નાસી જનાર ) ( ૨ ) સેંધાભાઇ ભરવાડ , રહે.કટારીયા , તા.ભચાઉ ( ભેંસો ભરી આપનાર ) ( ૩ ) ઇબ્રાહિમભાઇ રહે.નેદરા , જી.પાટણ ( ભેંસો મંગાવનાર ) કબજે કરેલ મુદ્દામાલ : ( ૧ ) અબોલ જીવ ભેંસો નંગ – ૦૩ જેની કિ.રૂ .૪૫,૦૦૦ / ( ૨ ) બોલેરો પીકઅપ ગાડી નં . જીજે - ૦૨ - જેડ - ૫૪૯૪ જેની કિ.રૂ .૧,૫૦,૦૦૦ / કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી : આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય.કે.ગોહિલ તથા પો.સ.ઇ. જી.એ.ઘોરી તથા પો.હેડ.કોન્સ.બલભદ્રસિંહ.બી ઝાલા તથા પો.કોન્સ . યોગેન્દ્રસિંહ રાજપુત તથા વિજયસિંહ ઝાલા વિગેરેનાઓ સાથે રહેલ .

0/Post a Comment/Comments

Stay Conneted

Domain