રાપર તાલુકા મા વેકશીન માટે ઉત્સાહ જોવા મળ્યો
હાલ ચાલી રહેલા કોવિડ ૧૯ અંતર્ગત કોરોના એ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોવિશીલ્ડ વેકશીન આપવા મા આવી રહ્યા છે ત્યારે હાલ સમગ્ર દેશમાં અને રાજ્યમાં અઢાર વર્ષ થી ઉપર ના લોકો ને વેકશીન આપવા મા આવી રહી છે તે અંતર્ગત વાગડ વિસ્તારના રાપર તાલુકા અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોવિડ વેકશીન આપવા મા આવી રહી છે તે મુજબ આજે રાપર ખાતે તાલુકા હેલ્થ અર્બન સેન્ટર ખાતે રાપર તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા હરેશ પરમાર સહિત ના અધિકારીઓ એ મુલાકાત લીધી હતી જેમાં અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ ના જણાવ્યા મુજબ હાલ રાપર શહેર અને તાલુકામાં હાલ અઢાર વર્ષ થી ઉપર ના લોકો માટે જે વેકશીન લેવા માટે હાલ ઉત્તરોત્તર ઉત્સાહ વધુ જોવા મળે છે.
ડો. પૌલ ના જણાવ્યા મુજબ હાલ વેકશીન માટે યુવાનો મા વધુ મા વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વેકશીન થી કોઈ આડ અસર જોવા મળતી નથી આમ હવે વાગડ વિસ્તારમાં દિવસે દિવસે વેકશીન અંગે લોકોમાં જાગૃતિ આવી રહી છે હાલ છેલ્લા એક માસથી દરરોજ એક સો થી બસો લોકો દરરોજ વેકશીન લેવા માટે આવી રહ્યા છે હાલ વેકશીન ની કામગીરી સુપરવાઇઝર કંચન બેન સુવારીયા. તેજલ ઉપાધ્યાય પ્રકાશ ચૌહાણ સહિત નો સ્ટાફ કામગીરી કરી રહયો છે આમ વાગડ વિસ્તારમાં વેકશીન અંગે લોક જાગૃતિ લાવવા માટે અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ અને સ્ટાફ ને સફળતા મળી છે
Post a Comment