જુનાગઢ સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગૃપના પ્રમુખ શ્રી વિનુભાઈ ચાંડેગરાની એક અખબારી યાદીમાં જણાવવામાં શું શું આવ્યુ
જુનાગઢ સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગૃપના પ્રમુખ શ્રી વિનુભાઈ ચાંડેગરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારી એ વિશ્વ આખામાં અજગર ભરડો લીધો છે જેને ધ્યાનમાં રાખીને આ મહામારીમાં પીડાતા દર્દીઓને રાહતરૂપી જય શ્રી શ્રીબાઇ માતાજી શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ જુનાગઢ તથા શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ જુનાગઢ દ્વારા ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે નિશુલ્ક શ્રી શ્રીબાઈ કોવિડ કેર આઈસોલેશન કરવામાં આવેલ હતું.
તેની પૂર્ણાહુતિ આજરોજ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે આ કોવિડ કેર આઈસોલેશન સેન્ટરમાં આસ્થા હોસ્પિટલના ડૉ.ચિંતન યાદવ સાહેબ તથા ડૉક્ટર શ્રીઓ, મેડિકલ ઓફિસર શ્રીઓ, પેરામેડિકલ સ્ટાફ, હેલ્થ સ્ટાફ, કેરટેકર સ્ટાફ, જ્ઞાતિ કાર્યકરો, જ્ઞાતિ આગેવાનો, જ્ઞાતિ અગ્રણીઓ સહિતના નામી અનામી લોકોએ પોત પોતાની સેવા આપી હતી. આ તમામે તમામ કોરોના વોરિયર્સને સીલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવેશભાઈ ખોલીયા, લલીતભાઈ વરૂ, સંદીપભાઈ રાઠોડ, રાકેશભાઈ ગાધેર, મહેન્દ્ર ભાઈ ભરડવા, સંજયભાઈ બુહેચા, રાજુભાઈ જેઠવા, પ્રવીણભાઈ ફટાણીયા વિગેરે ભારે જહેમત ઊઠાવી હતી.
અહેવાલ - ધર્મેશ સોઢા જૂનાગઢ
Post a Comment