ડભોઇ નગર માં કોરોનાની રસી ન મળતા યુવાનો રસી મુકાવવા વડોદરા જવા મજબુર
કોરોનાની વેકશીન બાબતે ડભોઇ નગરમાં માં ઉઠી રહેલી બૂમો આરોગ્ય વિભાગ ક્યારે સાંભળશે ? સરકારશ્રીની જાહેરાત બાદ ૪૫ વર્ષ થી નીચેના યુવાનોએ રસી મુકાવવા બાબતે ગજબનો ઉત્સાહ દાખવ્યો છે. ઈચ્છુક યુવાનો રસીનો પ્રથમ ડોઝ મુકાવવા માંગી રહ્યા છે.ત્યારે હાલ ડભોઇમાં રસી મળી રહી નથી અને ડભોઈનો આરોગ્ય વિભાગ આ બાબતે જરાય ગંભીર હોય તેવું હાલમાં લાગતું નથી. છેલ્લા થોડા દિવસોમાં ડભોઇ માં ઓક્સિજનપ્લાન્ટનું લોકાર્પણ, કોન્સન્ટ્રેટર મશીન જેવી અન્ય તબીબી સહાય ઉપલબ્ધ કરવામાં આવી જે ખૂબ જ સારી બાબત છે. પરંતુ હાલ કોરોનાને હરાવવા એક માત્ર ઉપાય વેકશીન છે તેવું સરકાર પણ વારંવાર જણાવી રહી છે. ત્યારે ડભોઇના યુવાનોને ડભોઇમાં હાલમાં રસી મળી રહી નથી. જેથી ડભોઇ નગરના અમુક યુવાનો મોટી સંખ્યામાં ડભોઇ થી વડોદરા રસી મુકાવવા જઇ રહ્યા છે જે ડભોઇના આરોગ્ય વિભાગ માટે ખૂબ જ શરમ જનક બાબત કહેવાય.
ડભોઇના યુવાનોને વડોદરામાં રસી મળી જતી હોય તો ડભોઇમાં કેમ રસીનો અભાવ છે ? જે એક વિચારવા જેવી બાબત છે. ડભોઇનો આરોગ્ય વિભાગ ડભોઇમાં જ રસી મળી રહે તેવું નક્કર આયોજન કેમ કરી રહ્યું નથી ? શુ તેઓને ફક્ત ને ફક્ત લોકાર્પણના ફોટા પડાવવા માં જ રસ છે કે પછી તેમનામાં યોગ્ય મેનેજમેન્ટનો અભાવ છે. હાલ તો ડભોઇના યુવાઓ માં એક જ બૂમ ઉઠવા પામી છે કે ડભોઇ નગરમાં જ રસીકરણનું કામ જલ્દી થી શરૂ થાય અને કોરોના સામે રક્ષણ મેળવવાનો એક માત્ર ઉપાય રસીકરણ દરેક યુવાનો સુધી પહોંચે તેવું નક્કર આયોજન થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Post a Comment