મહિલા સશક્તિકરણ

સંસાર એક રંગમંચ છે અને તેના પર અભિનય કરવા વાળા પાત્ર સ્ત્રી અને પુરુષ બંને છે. દેશના નિર્માણમાં પુરુષોની સાથે સ્ત્રીઓનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. ભારતીય સમાજમાં નારીઓની પૂજા વિભિન્ન રીતે થતી આવી છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ નારીઓની ગૌરવ ગાથાઓથી ભરેલો છે. મનુસ્મૃતિમાં કહેવાયુ છે
” યત્ર નાર્સ્યતુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા “અર્થાત જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. ઉપરોક્ત વિધાન જ નારીઓનુ મહત્વ દર્શાવે છે. પરિવાર અને સમાજના નિર્માણમાં નારીનું સ્થાન મહત્વપૂર્ણ હોય છે.
જ્હોન હર્બર્ટના અનુસાર ” આદર્શ માતા સો શિક્ષકોની ગરજ સારે છે ” માટે જ દરેક પરિસ્થિતિમાં તેનું સન્માન થવું જોઇએ.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૮ માર્ચ ૧૯૭૫ ના દિવસથી મહિલા દિવસની શરૂઆત કરવામાં આવી છે. સ્ત્રી સશક્તિકરણનો અર્થ સ્ત્રીઓને ઘર, પરિવાર, સમાજમાં અને રાષ્ટ્રમાં પોતાની નૈસર્ગિક ક્ષમતા, સ્વતંત્રતા ઉપરાંત મુક્તિનો બોધ કરાવી એટલું સશક્ત અને સક્ષમ બનાવવું કે તે પોતાના જીવનમાં વ્યક્તિગત અને સામાજિક નિર્ણય લેવા હકદાર બને.
સરકાર દ્વારા પણ ‘ બેટી બચાવો, બેટી પઢાઓ ‘, ‘ સ્કીલ ઇન્ડિયા ‘ , ” સુકન્યા સમૃદ્ધિ યોજના “, ‘ ઉજજવલા યોજના ” વગેરે યોજાનાઓ દ્વારા સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક માર્ગો મોકળા કર્યા છે.
મધુબેન કાન્તિલાલ માણેક મ.શિ. રાપર તાલુકા પ્રાથમિક કન્યા શાળા