રાપર ખાતે વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી

રાપર વાગડ વિસ્તારના અભયારણ્ય વિસ્તારમાં આવતા વાગડ વિસ્તારમાં વિધાર્થીઓ અને વાલીઓ તથા બાળકો ને વન્ય જીવ સૃષ્ટિ થી માહિતગાર કરવા મા આવે તે માટે આજ થી કચ્છ ના મુખ્ય વનસંરક્ષક વી. જે. રાણા તથા પૂર્વ કચ્છ ના ડીએફઓ ગોવિંદસિંહ સરવૈયા ના માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી તા. ૨/૧૦/૨૦૨૦ થી તા. ૮/૧૦/૨૦૨૨ સુધી ઉજવણી કરવામાં આવશે

જેમાં વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પધૉ યોજાઇ હતી તેમજ મહાત્મા ભભુતગિરી સ્કૂલ ને વન વિભાગ દ્વારા આરો પ્લાન અર્પણ કરવામાં આવેલ રાપર ઉતર રેન્જ ના આર. એફઓ ચેતન પટેલ રાપર દક્ષિણ ના સતિષ ભાઈ જેઠા એ વન્યપ્રાણી અને વન અંગે માહિતી આપી હતી ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ ના સન્માન બાદ વિજેતા વિધાર્થીઓ ને ઈનામ આપવા મા આવેલ તદુપરાંત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ અંગે આરએફઓ ચેતન પટેલ સતિષ ભાઈ જેઠા તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ વણવીર ભાઈ સોલંકી મુકેશભાઈ ઠકકર અશોક ભાઈ પ્રજાપતિ વિગેરે એ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ તથા શિક્ષકો ને વન્યપ્રાણી અંગે માહિતીઓ આપી હતી ભારત માંથી નષ્ટ થઈ ગયેલા ચિતા ની પ્રજાતિ ભારત મા લાવવા મા આવી તે માટે વન વિભાગ ને ભારત સરકાર દ્વારા ગૌરવ અપાવ્યું છે તેમ જણાવ્યું હતું રાપર તાલુકો એ ધુડખર અભ્યારણ્ય વિસ્તાર અને વન્ય પ્રાણીઓ અંગે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે વિધાર્થીઓ ની ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં વનપાલ વાસુદેવ જોશી પ્રભુભાઈ કોળી ભરતસિંહ વાઘેલા લાલુભા જાડેજા મોહનભાઇ કોળી આર આર પરમાર નિલેશ ભાઈ ચાવડા નરેશભાઈ ડોડીયા જાહ્નવી બેન ચૌધરી રિધધીબેન આદ્રોજા હેતલબેન જમોડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા શાળા ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મોરારદાન ગઢવી એ અને આભાર વિધિ વાસુદેવ ભાઈ જોશી એ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: