ઇલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિમિટેડ કંપની માં સ્વાગત કરવામાં આવેલ આ સેફ્ટી રથ યાત્રા

રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ- ૨૦૨૨ ના આ અવસર પર, શ્રમ અને રોજગાર મંત્રાલય – મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેંટ,ગુજરાત સરકાર અને ડિરેક્ટરેટ ઓફ ઇંડસ્ટ્રિયલ સેફ્ટિ એન્ડ હેલ્થ (DISH) દ્વારા અને સેવિયર ઈન્ડિયા લિમિટેડ ના સહયોગ થી ગુજરાતના વિવિધ ઉદ્યોગો માટે સેફટી અવેયરનેસ કાર્યક્રમનું આયોજન સેફટી રથ દ્વારા કરવામાં આવેલ, જેની શરુઆત મોરબી જિલ્લાથી શ્રી બ્રિજેશ મેરજા – મંત્રી શ્રી શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર ના વરદ હસ્તે કરવામાં આવેલ. આ રથનું કચ્છમાં સમાખીયારી ખાતે આવેલ ઇલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિમિટેડ કંપની માં સ્વાગત કરવામાં આવેલ. આ રથનું ઉદ્ઘાટન શ્રી બ્રિજેશ ચૌહાણ (ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇંડસ્ટ્રિયલ સેફ્ટિ એન્ડ હેલ્થ, આદિપુર) અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ. સેફટી અવેયરનેસ રથ તારીખ ૧૦-૦૩-૨૦૨૨ સુધી સમગ્ર કચ્છ માં ફેરવવામાં આવશે.

આ કાર્યક્રમ માં ઉપસ્થિત નાયબ નિયામક શ્રી અને તેમની ટીમનું સ્વાગત શ્રી જયવિરસિંહ જાડેજા (એચ.આર. હેડ – ઇલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિમિટેડ) દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સમાખીયારી ખાતે આવેલ ગેલેંટ કંપની ના શ્રી સુશિલ કુમાર તેમજ એ.એસ.આર. કંપની ના શ્રી વિજય કુમાર દૂબે, શ્રી પરમારભાઈ અને તેમની ટીમો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ઈલેક્ટ્રોથર્મના એચ.આર. અને એચ.એસ.ઈ. ડિપાર્ટમેંટના ટીમ મેમ્બર્સ દ્વારા મોટી સંખ્યામાં કર્મચારિયોની હાજરીમાં સેફ્ટી PPEs નું પ્રદર્શન કાર્યક્રમ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. અને આ પ્રસંગે, વ્યક્તિગત રક્ષણાત્મક સાધનોના ઉપયોગ અને તેના મહત્વ વિષે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન સેવિયર ઈન્ડિયા લિમિટેડના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું – રીપોર્ટ – ગની કુંભાર કચ્છ