હળવદની મયાપુર પ્રાથમિક શાળાના આચાર્યની કાયમી બદલી કરવા સપ્તાહનું અલ્ટીમેટમ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી

હળવદ તાલુકાના મયાપુર ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મોહનભાઈ રાઠોડથી ગ્રામજનો અને વાલીઓ અસંતુષ્ટ છે તેઓ યોગ્ય કાર્યવાહી કરતા ના હોય અને વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપતા ના હોવાથી યોગ્ય કાર્યવાહી કરવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે

SMC અધ્યક્ષ અને SMC સભ્યોએ રજુઆતમાં જણાવ્યું છે કે મોહનભાઈ રાઠોડ મયાપુર પ્રાથમિક શાળામાં કર્મચારી તરીકે જોડાયા છે ત્યારથી શિક્ષણ પર માઠી અસર થઇ છે તેઓ વહીવટી કાર્ય અને શૈક્ષણિક કાર્ય યોગ્ય રીતે કરતા નથી SMC ના અધ્યક્ષને તેઓ ઉડાઉ જવાબ આપી મનસ્વી વલણ ચલાવી રહ્યા છે SMC સભ્યો કે શાળાના વાલીઓ કોઈ ફરિયાદ કે સુચના લઈને જાય તો ઝઘડા કરે છે તેમજ એટ્રોસિટી ફરિયાદ કરવાની ધમકી આપે છે ગ્રામજનોને કહે છે કે કોઈએ શાળામાં પગ મુકવો નહિ નહીતર તમારી વિરુદ્ધ ફરિયાદ કરીશ તેવી ધમકીઓ આપે છે

સારું શિક્ષણ મેળવવું દરેક વિદ્યાર્થીનો બંધારણીય અધિકાર છે પરંતુ મોહનભાઈ રાઠોડ શૈક્ષણિક કામ કરતા નથી જેથી અગાઉ પણ ગ્રામજનોએ શાળામાં તાળાબંધી કરી હતી તે સમયે કામગીરી બદલી કરીને આપની કચેરીએ ફરીથી શાળા શરુ કરાવી હતી મોહનભાઈ રાઠોડની અદલી થતા જ શાળામાં યોગ્ય શૈક્ષણિક કાર્ય થતું હતું પરંતુ ફરી મોહનભાઈ રાઠોડ શાળામાં આવતા શાળા ભગવાન ભરોસે ચાલે છે જેથી સાત દિવસમાં કાયમી બદલી નહિ કરવામાં આવે તો તા. ૧૦ માર્ચના રોજ શાળાને તાળાબંધી કરાશે અને ગ્રામજનો ભૂખ હડતાલ શરુ કરશે તેમ જણાવ્યું છે – રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: