કચ્છ માં ગૌચર જમીન બચી નથી અને સરકાર કંપનીઓ ને પ્રદુષણ ફેલાવવા માટે જમીનો ફાળવી રહી છે

કચ્છ જીલ્લા માં ઘણા વર્ષોથી જમીનો માત્ર કાગળ પર છે અને મૂળ જમીનો પર કંપનીઓ અને ભુ માફિયા ઓ કબજો કરી બેઠા છે

બીજી તરફ ઉધોગો ને ગૌચર જમીનો ફાળવી દેવા માં આવે છે બાડા ગામ માં ૨૭૧૫ પશુધન સામે માત્ર ૩૦૫ એકર જમીન છે જે ત્રીજા ભાગ નિજ છે માટે સૌ પ્રથમ પશુધન સામે ગૌચર નિમ કરવા માં આવે અને ત્યારબાદ જો જમીન વધતી હોય તોજ કોઈ કંપની ને જમીન ફાળવવા માં આવે માટે GHCL કંપની ને બાડા કચ્છના અન્ય કોઈપણ ગામ માં આ કંપની સિવાય કોઈપણ કંપની ને જમીન ફાળવવા સામે ગ્રામજનો એ વાંધા અરજી કલેકટર શ્રી ને સંબોધી ને આપી હતી.

મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક જમન/૩૯૯૯/૨૯ એ તારીખ ૨૭-૧-૨૦૦૪ વાળા પરિપત્ર મુજબ ઔધોગિક એકમ ને ગૌચર જમીન આપવા માં આવે તો તેટલીજ અન્ય જમીન ઔધોગિક એકમે ખરીદ કરી જે તે ગ્રામપંચાયત ને આપવાની રહેશે અને ઔધોગિક એકમ પાસેથી એકવડી બજાર કિંમત સરકાર માં જમા કરાવવાની રહેશે જ્યારે કચ્છ જીલ્લા ના ઔધોગિક એકમો ને ગૌચર જમીનો મંજુર કરવા માં આવેલ છે તે સામે તેટલીજ જમીનો આજ દિન સુધી અમુક કંપનીઓએ જે તે ગ્રામપંચાયત ને અન્ય ખરીદ કરી સોંપી આપેલ નથી કે એકવડી બજાર કિંમતની રકમ સરકાર માં જમા કરાવેલ નથી તેમજ ગૌચર ઓછું થવાના પ્રસંગે પ્રજાને રોજગારી અને પરોક્ષ લાભોમાં ઔધોગિક એકમે અગ્રતાક્રમ આપવાનો રહેશે તેમ છતા પણ આ કચ્છ જીલ્લા માં આવેલા ઘણા એકમોએ આ પરિપત્ર નો અમલ કરવા માં આવેલ નથી આવી કંપનીઓ પાસે થી ગૌચર અને સાથણી ની જમીનો પરત મેળવી સ્થાનિક ગ્રામ પંચાયતો ને જમીની સ્તર પર સોંપણી કરવા માં આવે અને ગરીબ પછાત વર્ગ ના લોકો ને સાથણી ની જમીન અને અબોલ પશુઓ ને ગૌચર જમીન પરત આપવામાં આવે કચ્છ જીલ્લા ની ગૌચર જમીનો કોઈપણ કંપની ને આપતા પહેલા તે ગામો ની ગૌચર જમીનો પશુધન પ્રમાણે નિમ કરવા માં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી અભા મેઘરાજ ગઢવી,સોઢા નટુભા માસંગજી,મારા સુલતાન,હરિજન ચાંપસીભાઈ ખીમજીભાઈ તેમજ અન્ય ગ્રામજનો ની શહી સાથે લોકસુનવણી અટકાવવા તેમજ ગૌચર માટે હાઈકોર્ટ ના દ્વાર ખખડાવવા પડશે તો પણ લડી લેવા ની ચીમકી આપી હતી. અહેવાલ સંજય બાપટ

Leave a Reply

Your email address will not be published.

error: