જલારામ મંદિર બાદરગઢ પાટિયા મધ્યે પરમ પૂજય સંત શિરોમણી જલારામ બાપાની ૧૪૧મી પુણ્યતિથિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન જલારામ સત્સંગ સેવા મંડળ બાદરગઢ પાટિયા દ્વારા કરાયું હતું

સૌ પ્રથમ જલારામ બાપા ના ભજન, સત્સંગ, ધુન અને ત્યારબાદ જલારામ બાપાની ૧૪૧ દીવાની મહા આરતી સાંજે ૭ કલાકે યોજાઈ હતી તેમજ સાંજે ૭/૩૦ કલાકે થી જલારામ બાપા ના મહા પ્રસાદ યોજાયો હતો જેમાં દૂર સુદુર થી જલારામ ભાવિકો ઉમટ્યા હતા.

જલારામ સત્સંગ સેવા મંડળ બાદરગઢ પાટિયાના સુરેશભાઈ ભીંડે, દિનેશભાઇ ચંદે, વિસનભાઈ પુજારા, પ્રવીણભાઈ પુજારા, ચંદ્રેશ મજીઠીયા, કલ્પેશ રાજદે, ભરત ચંદે, ભાવિક ચંદે, મહેશ ચંદે, રાજેશ પુજારા, શૈલેષ ભીંડે, જયસુખભાઈ દોશી, નવીનભાઈ ચંદે, ગોપાલભાઈ માણેક, કમલેશ ચંદે, અભય ચંદે, દીક્ષિત કારીયા, મહેશ મજીઠીયા, સંજયભાઈ કારીયા, પરેશભાઈ દોશી, ભાવેશ ચંદે, કાંતિલાલ નાથાણી, લાલજીભાઈ નાથાણી, તુલસીભાઇ ચંદે, હસમુખ ચંદે, ચંદુલાલ ચંદે, વિપુલ દરજી,સુનિલ ઝોટા, દિનેશ ઠક્કર, ધર્મેન્દ્રભાઈ ચંદે,હરેશભાઇ મજીઠીયા સહિતના સેવામાં જોડાયા હતો