ભચાઉ તાલુકા મા વાઢિયા ગ્રામ પંચાયત ની ચૂંટણી મા શાંતિપૂર્ણ મતદાન

કચ્છ – વાઢિયા તારીખ – ૧૯/૧૨/૨૦૨૧ રવીવાર ભચાઉ તાલુકા ના વાઢિયા ગ્રામ પંચાયત મા ૫ ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે મતદારો એ મતદાન કર્યું હતું જેમાં આજે ભચાઉ તાલુકા મા આવતા ૫ જુદા જુદા ગામોમાં (૧) વાઢિયા (૨) લખાપર (૩) મોડપર (૪) ગોડપર (૫) લગધીરગઢ આવેલા ગામો કેન્દ્રો ની મુલાકાત દરમિયાન લોકોએ ઉત્સાહ પૂર્વક સહિત ની ગ્રામ પંચાયત ના વાઢિયા ગામના સરપંચ ના ઉમેદવાર (૧) વાઢિયા ઠાકોર સાહેબ શ્રી કુષ્ણાદેવ સિંહ જાડેજા (૨) રાજેશભાઈ માદેવા પટેલ હતા જેમાં સૌથી વધુ ભીડ વાઢિંયા ગામે જોવા મળી હતી તો લગધીરગઢ, લખાપર, મોડપર, ગોડપર, વાઢિયા ગામોમા  વોર્ડના સભ્યો  માજી અને વૃદ્ધ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું

પાચ જુદા જુદા ગામોમાં (૧) વાઢિયા (૨) લખાપર (૩) મોડપર (૪) ગોડપર (૫) લગધીરગઢ સહિત ના ગામો મા મુંબઇ વસતા જે તે ગામ મા લક્ઝરી બસ દ્વારા મુંબઇ થી મત આપવા માટે આવ્યા હતા તો આજે વહેલી સવારે ઠંડી એ જોરદાર ભીડો લેતા સવારે સાત વાગ્યે લગભગ મતદાન કેન્દ્રો પર ઓછા મતદારો મતદાન કરવા માટે આવ્યા હતા તો નવ દસ ગાળામાં મતદાન કરવા માટે લોકો એ લાઈન લગાવી દીધી હતી. પાચ જુદા જુદા ગામોમાં મતદાન (૧) વાઢિંયા – ૨૨૪૩ (૨) લખાપર – ૪૨૨  (૩) મોડપર – ૨૧૩ (૪) ગોડપર – ૩૪૦ (૫) લગધીરગઢ – ૧૯૧ અને ટોટલ ૮૦ % ૮૫ % મતદાન થયુ હતું

વાઢિંયા ગામમાં પોલીસ સ્ટાપ, જી આર ડી જવાનો (૧) હરકનભાઈ પ્રેમાભાઈ (૨) ભરત મહાદેવભાઈ પ્રજાપતી (૩) હરસેંગભાઈ આર નાઈ (૪) દિલીપપુરી શંકરપુરી બાવાજી (૫) સુખદેવસીંહ. પ્રભાતસીંગ વાઢિંયા ગામમાં સરસ કામગીરી અને ફરજ બજાવી હતી

સમગ્ર ચુંટણી પ્રક્રિયા હવે આગામી ૨૧મી એ મત ગણતરી હાથ ધરાશે ત્યારે ખબર પડશે કે ગામ નો સુકાની કોણ છે અત્યારે તો બન્ને પક્ષો અને સરપંચ પદ ના ઉમેદવાર પોતાની જીત નક્કી છે ના દાવા કરી રહ્યા છે. અહેવાલ – મહેશ રાજગોર ભરત પ્રજાપતી

Leave a Reply

Your email address will not be published.

error: