પ્રાથમિક શાળા સ્કૂલ માં વિદ્યાર્થીઓને તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ યોજાયો

વડોદરા: કોરોના મહામારી અંતર્ગત શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને સરકારની ગ્રાઇડ લાઈન અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર બેઠા શિક્ષણ પુરુ પાડી શિક્ષણના શબ્દોનું સિંચન કર્યું છે જેથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય નહીં તેવા હેતુસર શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું હોય જે લાંબા સમય બાદ કોરોના મહામારી અંતર્ગત કોરોના હળવો થતાની સાથે મોટાભાગની શાળા સ્કૂલ ખુલ્લા થયા છે ત્યારે તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાની કરવાના ભાગરૂપે શિક્ષકોએ વિદ્યાર્થીઓનો શિક્ષણ ક્ષેત્રે ઉત્સાહ વધારવા અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો

જે કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ શાળા સ્કૂલ માં વિવિધ આચાર્ય શિક્ષકો દ્વારા પોતાના વિદ્યાર્થીઓને પોતાના બાળકોની જેમ ટેલેન્ટ સાથે શિક્ષણમાં  શાળાનો વિદ્યાર્થી નું ભાવિ જોખમાય નહિ તે હેતુસર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરામાં  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા(બપોર)માં એક “ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત કોન બનેગા કરોડપતિ ની જેમ ગુજરાત અને છતિસગઢ રાજ્ય વિશેની એક શૈક્ષણિક ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષક શ્રી નીલમબેન પરમાર દ્વારા સુંદર કવિઝનું નિર્માણ કરવામાં આવ્યું હતું

અને ધોરણ ૬ થી ૮ ના બાળકો પૈકી પસંદ કરેલા બાળકોને ચાર ટીમમાં વહેંચણી કરી હતી. કાર્યક્રમના અંતે વિજેતા ટીમ જાહેર કરી તેમને પ્રોત્સાહન ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અને કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ રાઠોડ દ્વારા આશિર્વચન પાઠવી ભવિષ્યમાં ખૂબ આગળ વધવાની શુભેચ્છા પાઠવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જે સમગ્ર કાર્યક્રમ ની તસ્વીર નજરે પડે છે. રિપોર્ટ:આરીફ દિવાન મોરબી

Leave a Reply

Your email address will not be published.

error: