નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા મા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

સ્વામી દયાનંદ પ્રાથમિક શાળા નગરપાલિકા શહેર વિભાગ શાળા નંબર ૨૮ માં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત દેશના મહાનુભાવ સ્વામી દયાનંદ સરસ્વતીજી ની ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ આજરોજ ૧૯૮મી જન્મજયંતિ હોવાથી અમારી શાળામાં સ્વામીજી ના પ્રેરણાદાયી પ્રસંગો , તેમણે આપેલા જીવનમૂલ્યના અમૂલ્ય સુત્રો અને તેમના જીવન પ્રસંગ ની જાણકારી આપતો કાર્યક્રમ સદર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં આર્ય સમાજ ની પ્રાર્થના પૂજનીય પ્રભુ દ્વારા કરવામાં આવી.

ધો ૭ ના વિદ્યાર્થી સરફરાઝ અને ઉર્વશી દ્વારા રાષ્ટ્રભાષા હિન્દીમાં તેમના જીવન દર્શન કરvવામાં આવ્યું. ત્યાર બાદ ધો ૩ ના ૧ વિદ્યાર્થી, ધો ૪ ના ૫ વિદ્યાર્થી અને ધો ૫ ના ૫ વિદ્યાર્થીઓ ઓ દ્વારા તેમને આપેલ અમૂલ્ય સુત્રો અને છેલ્લે પ્રાથમિક શાળામાં ચાલતા ૧૦૦ દિવસ વાચન કાર્યક્રમ અંતર્ગત તેમના પુસ્તકના પ્રેરણા દાયી પ્રસંગનું વાચન ધો ૬ ની અંસારી સન્જીદાસબા અને દિવાન અક્સાબાનું દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે રાષ્ટ્રીય સેવા ભરતી દ્વારા મિશન નિરામયા અંતર્ગત ૧ કોરોનાકીટ શાળામાં અર્પણ કરવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ડૉ. હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળાના આચાર્ય શ્રી પ્રજ્ઞેશ ઉપાધ્યાય અને શિક્ષક ગણ ને સુંદર કાર્યક્રમ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. શાળાના વિદ્યાર્થીઓ ને સ્વચ્છતા, આરોગ્ય માટે યોગ કરવા પ્રેરણા આપતા શુભાશિષ સાથે અભ્યાસનું મહત્વ અને મહાનુભાવ ના આદર્શો વિકસાવવા સમજ આપી. આ પ્રસંગે અમારા વિસ્તારના કાઉન્સિલર શ્રી પ્રફુલાબેન જેઠવા નગર શિક્ષણ સમિતિના સભ્ય શ્રી આદિત્ય પટેલ એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. પ્રજ્ઞેશભાઈ શાહ પ્રમુખશ્રી કુણાલભાઈ સુથાર , રાકેશભાઈ ભાર્ગવભાઈ ચોકસી , અરવિંદ પ્રજાપતિ તથા ડો. ગિરિશભાઈ શાહ, શાળાની સમિતિના અધ્યક્ષ શ્રી ચિરાગઅલી શાહ સભ્ય તેજલ બેન વસાવા તથા રમીલાબેન મન્સૂરી હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો.રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર