ગુજરાત ATSએ વેરહાઉસમાંથી રૂ. ૧,૦૦૦ કરોડની કિંમતનું ૨૦૦ કિલોગ્રામ મેફેડ્રોન ઝડપ્યું

પ્રતીકારક તસ્વીર

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ મંગળવારે વડોદરા શહેર નજીકના એક વેરહાઉસમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ.૧,૦૦૦કરોડની કિંમતનું ૨૦૦ કિલોગ્રામ પાર્ટી ડ્રગ મેફેડ્રોન (MD) જપ્ત કર્યું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ATSના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વેરહાઉસના માલિકોએ કાનૂની ડ્રગ ફોર્મ્યુલેશન બનાવવાની આડમાં ભરૂચ જિલ્લામાં તેમની સુવિધામાં સાયકોટ્રોપિક પદાર્થનું ઉત્પાદન કર્યું હતું.

મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે સંકળાયેલા કેટલાક લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

એક ચોક્કસ સૂચનાના આધારે, ગુજરાત ATSની ટીમે સવારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એક વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો અને શંકાસ્પદ દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

“પદાર્થના ફોરેન્સિક પૃથ્થકરણમાં પાછળથી સાબિત થયું કે તે મેફેડ્રોન અથવા MD ડ્રગ છે. અમે આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ રૂ. ૧,૦૦૦ કરોડની કિંમતનો ૨૦૦ કિલોથી વધુ સાયકોટ્રોપિક પદાર્થ જપ્ત કર્યો છે,” તેમણે કહ્યું.

એક વિગતવાર તપાસ અને સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે અને મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે સંકળાયેલા કેટલાક લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

મેફેડ્રોન, જેને ‘મ્યાઉ મ્યાઉ’ અથવા MD ડ્રગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કૃત્રિમ ઉત્તેજક છે જે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ પ્રતિબંધિત છે – રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: