નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં વિશ્વ મહિલા દિન યોજાયો

વિશ્વ મહિલા દિન નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની માતાઓને બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા મહાનગર સેવા સદન ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડૉ હિતેન્દ્રભાઈ પટેલ, ન.પ્રા.શિ. સમિતિના અધ્યક્ષશ્રી હિતેશભાઈ પટ્ટણી , શાસનાધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ન. પ્રા.શિ સમિતિના તમામ સભ્યશ્રીઓ પીડિયાટ્રી શિયન ડૉ. શબનમ મન્સૂરી મેડમ , વડોદરાના જાણીતા ખેલ કુદ મહિલા સરસ્વતી રાજપૂત મેડમ અને એડવોકેટ ફાયજા કબાબવાલા મેડમ તથા એસ.એમ અધ્યક્ષશ્રી ચિરાગઅલી શાહ અને અન્ય સભ્યો એ હાજર રહ્યા હતા. હતા. માહિલાઓના સન્માનમાં શાળાની દીકરીઓ દ્વારા “દેશ કી બેટી”સોંગ પર ડાન્સ કરવામાં આવેલ. ધો 3 થી 5 ના વિદ્યાર્થીઓ દ્વારા ભારત દેશની વિવિધ મહિલાઓ જે પોતાના ક્ષેત્ર માં આગળ છે તેમની માહિતી આપવામાં આવેલ . ધો 7 ના એક વિદ્યાર્થી અને 1 વિદ્યાર્થીની દ્વારા મહિલા દિન ક્યારથી શરૂ થયો કેમ થયો અને મહત્વ વિશે દેશની મહિલાઓ ક્યાં ક્ષેત્ર માં આગળ છે તેની માહિતી આપવામાં આવેલ. બાળકો દ્વારા સુંદર કાર્યક્રમ કરવા બદલ શાળાના આચાર્ય અને પુરી ટીમ ને તમામ મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વડોદરા મહાનગર સેવા સદન ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડૉ હિતેન્દ્રભાઈ પટેલ તથા ન.પ્રા.શિ. સમિતિના અધ્યક્ષશ્રી હિતેશભાઈ પટ્ટણી દ્વારા સ્ત્રી સશક્તિકરણ કરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. દેશની દીકરીઓ ઊચ્ચ શિક્ષણ મેળવી ઉંચા પદ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી – રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: