નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં નેશનલ સાયન્સ ડે ઉજવાયો

આજ રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત 28 ફેબ્રુઆરી “નેશનલ સાયન્સ ડે” ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ. સી.વી.રામન ની યાદગીરીમાં આજ રોજ ઉજવવામાં આવ્યો. જેમાં શાળાના આચાર્ય શ્રી પ્રજ્ઞેશ ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ શાળા ના ગણિત વિજ્ઞાન શિક્ષિક બીનાબેન પટેલ અને અર્પિતાબેન ચુડાસમા દ્વારા શાળાના ધો 8 ના વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા તેઓએ ભારત , ગુજરાત અને વડોદરાના વૈજ્ઞાનિકો જેવાકે ડૉ. અબ્દુલ કલામ, ડૉ. હોમી ભાભા, સામ પિત્રોડા , ડૉ. વિક્રમ સારાભાઈ , અજય ભટ્ટ , જગદીશચંદ્ર બોઝ વિશે ધો 3 થી 8ના વિદ્યાર્થીઓને માહિતી આપી તેમની શોધ વિશે જણાવ્યું. ત્યાર બાદ ધો 8 ના વિદ્યાર્થીઓ એ બીજા વિદ્યાર્થીઓને હવા જગ્યા રોકે છે,

ધ્વનિને પ્રસરણ માટે માધ્યમની જરૂર છે, બહિર્ગોળ લેન્સ ના પ્રતિબિંબ , સમાંતર અરીસા વડે રચાતા પ્રતિબિંબની સંખ્યા , સૂર્ય મંડળ, સ્માર્ટ સૂક્ષ્મ દર્શક યંત્ર, ટેલિસ્કોપ, માનવ શરીરની રચના, જેવા વિષયો પર પ્રયોગો અને પ્રોજેકટ રજુ કર્યા બીજા ધોરણોના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે આકર્ષણ થાય તેવા પ્રયત્નો કર્યા. છેલ્લે વિજ્ઞાન વિષય પર કવિઝ રમાડવામાં આવી. નાના બાળકોને સાપસીડી ની રમત પણ રમાડવામાં આવી. આ દિન ની ઉજવણી માં શહેર 16 ના સી આર સી કૉ. ઑ. શ્રી તરુણા બેન ગોહિલ અને શાળાની કમિટીના અધ્યક્ષ શ્રી ચિરાગઅલી શાહ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.
રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન કકિસ્મત આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published.

error: