મામલતદાર કચેરી, હળવદ ના મહેસૂલી અધિકારીઓનો અનોખો વિરોધ

विद्यां ददाति विनयं, विनयाद् याति पात्रताम्।
विद्या विनय देती है, विनय से पात्रता आती है.

ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ખુજ ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે ખરાબ વર્તન કર્યું છે. તેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તેમના આ વર્તન પર કાયદેસર ની કાર્યવાહી થાય તેવી મામલતદાર એસોસિયેશન, મહેસૂલી કર્મચારી મહામંડળ અને રેવેન્યુ તલાટી મંડળ ની માંગ છે.

આ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં એસોસિયેશનના આહ્વાનથી તમામ અધિકારીઓએ ગઈકાલે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવેલ. આગળના કાર્યક્રમ મુજબ આજે હળવદ મામલતદાર કચેરી ના તમામ કર્મચારીઓ મામલતદાર સાહેબ સાથે માસ સી.એલ. મૂકી સમર્થન અને વિરોધ દર્શાવેલ છે. જેમાં કચેરી ના પ્રાંગણમાં મામલતદારશ્રી એન. એસ. ભાટી સાહેબ, તમામ નાયબ મામલતદાર સાથે તમામ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ દર્શાવ્યો છે. સાંસદશ્રી મનસુખ વસાવાનાં અભદ્ર વર્તનનો સખત વિરોધ કરીએ છીએ.કર્મચારી/અધિકારીઓના અપમાનના જવાબમાં વિરોધની નવી રીત અપનાવી છે.

Leave a Reply

Your email address will not be published.

error: