કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ને આદિપુર ની બહેનો દ્વારા યજ્ઞ હવન માટે ગૌ પંચગવ્ય અર્પણ કરવામાં આવી

ધોરડો કચ્છ મંગળવારઃ ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૨૦૨૨ નિમિત્તે કચ્છ ધોરડો ખાતે યોજાયેલા મહિલા સંત સંમેલનમાં પધારેલા કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની ને શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ કચ્છ અંતર જાળ ,આદિપુર , બહેનો દ્વારા દેસી ગાયો ના ગોબર માંથી બનાવેલ યજ્ઞ માટે ઉપયોગી પંચગવ્ય સમિધ ભેટ આપવામાં આવેલ, ગાંધીધામ તાલુકા માં વિવિધ ગૌશાળા માં હોળી માર્ચ ૨૦૨૨ માટે બે લાખ છાણા બહેનો દ્વારા બનાવવાનું મહા અભિયાન હાથ ધરવામાં આવેલ છે , જે હોળી દહન માટે સર્વે શહેરી નાગરિકો ને અપીલ કરવામાં આવેલ.

શહેરીજનો ને ગૌ માતા સાથે પ્રેમ લાગણી હોવાથી છાણા ખરીદી માટે સારો પ્રતિસાદ મળી રહ્યો છે , આ પ્રોજેકટ રાષ્ટ્ર ના વિવિધ શહેરો ની ગૌશાળા માં શરૂ કરવામાં આવશે, વિવિધ શહેરી ગૌશાળા ની મુલાકાત કરવામાં આવશે, ગોબર ના છાણા અંતિમધામ માં અગ્નિસંસ્કાર માટે ઉપયોગ લેવામાં આવશે જેથી જંગલ માં વૃક્ષ કપાતા અટકશે.

જેથી પર્યાવરણ નું જતન થશે ,મહિલા ઓને શહેરી ગૌશાળા માં રોજગારી મળશે ,આ માહિતી એડવોકેટ શ્રીમતી રચના જોષી કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રી સ્મૃતિ ઈરાની ને આપેલ ,એમના તરફ થી આત્મ નિર્ભર ગૌશાળા પ્રોજેકટ ને સર્વે બહેનો ને સહયોગ સાથે શુભ કામના આપેલ, ગાંધીધામ સંસ્થા ના ટ્રસ્ટી શ્રીમતી મનીષા બાપટ સાથે એડવોકેટ શ્રીમતી રચના જોષી, વૈભવી ગોર,આશા બાપટ હાજર રહ્યાં હતા