ભચાઉ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પરંપરાગત મહાશિવરાત્રી ની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી

ભચાઉ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રી પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પરંપરાગત રીતે યોજવામાં આવી હતી દર વર્ષે ની જેમ આ વખતે પણ પરંપરાગત રીતે મઠ વિસ્તાર માં આવેલ ભીમનાથ મહાદેવ મંદિર થી શોભાયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા શહેર ની મુખ્ય બજારથી નગરપાલિકા થઇ મંગલેશ્વર મંદિર થી કૈલાસધામ સુધી યોજવામાં આવી હતી

શોભાયાત્રા માં બરફ ની શીવલીંગ શીવપાર્વતીની વેશભૂષા આકર્ષણ નું કેન્દ્ર રહ્યું હતું તો ભાગ ના પ્રસાદ નો લાહવો લોકો એ લીધો હતો
કૈલાસ ધામ મધ્યે સન્માન કાર્યક્રમ તેમજ શીવ મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ માં એપીએમસી ના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકા ના પુર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન જોષી ભરતભાઈ કાવત્રા વાધજીભાઇ છાંગા મહેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

મહાશિવરાત્રી નું સમગ્ર આયોજન દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ હિરાગીરી ગોસ્વામી હસમુખગીરી ગોસ્વામી ગુણવંત ગીરી ગોસ્વામી કલ્યાણભારથી ગોસ્વામી નવીનપુરી ગોસ્વામી અને યુવક મંડળ ના પ્રમુખ નરેન્દ્ર પુરી ગોસ્વામી ઉપપ્રમુખ રાજેશ ગીરી ગોસ્વામી મંત્રી શ્રી અનિલ ગીરી ગોસ્વામી ખજાનચી રામગર ગોસ્વામી દ્વારા સમાજ અગ્રણી ઉમેશ ગીરી ગોસ્વામી ના માર્ગ દર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રીપોર્ટ – ગની કુભાર કચ્છ