રાપર નગરની પ્રાથમિક શાળામાં બનેલા ધોરણ છ ની માસુમ દિકરી સાથે ના બનાવ ના આરોપી ને કડક મા કડક સજા અપાવવા.

મેરબાન સાહેબ શ્રી સવિનય જયભારત સાથે જણાવવાનું કે તાજેતરમાં રાપર નગરમાં એક અસામાજિક પ્રકૃતિના નરાધમ વ્યક્તિ દ્વારા પ્રાથમિક શાળામાં ધો.છઠા મા ભણતી બાળા ની એક નરાધમ દ્વારા છેડતી ની ઘટના બનેલી છે.જેના આરોપી એવા પિશાચની રાપર પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરી થયેલી છે જે ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છે અને પોલિસ ની સતર્કતા રાપર નગરમાં કાયદો મજબૂત હોવા ની પ્રસંસનિય બાબત છે. આવા લોકોને યોગ્ય બોધપાઠ મળે એમના કાળા કરતૂતો બહાર આવે તેમજ સમાજ માં આ પ્રકારની બુરાઈ ઓ ઉપર કાનુન નો સિકંજો મજબૂત બને તે માટે આ કેસના આરોપીને આકરા માં આકરી સજા થઈ શકે એવી કલમો હેઠળ કાયદેસર કરવામાં આવે એવી અમારી વિનંતી છે.
સાથે સાથે ભચાઉ નગરમાં પણ આવી જ ઘટના બનેલી જેમાં એક નવમા ધોરણ મા ભણતી બાળકીનુ કોઈ નરાધમોએ ભરબજારે અપહરણ કરી ને અણછાજતી,લખી ન શકાય એવી હરકતો કરેલી. આ બાબતની પોલીસ ફરિયાદ થયેલી છે અને આ બનાવ સંદર્ભે પોલીસ ની ઊડાણપૂર્વકની તપાસ,ગાધીધામ ના મોલ,ફિલ્મ ટોકીઝ, બાગ બગીચા ,હોટેલ ના સીસીટીવી, લોકેશન અંગે છાનબીન થયા ની તેમજ આખાય નગરમાં આરોપીઓ ના નામ ડર અને ભય સાથે ગુપછૂપ રીતે નામ પણ ચર્ચાઈ રહ્યા છે. આરોપીઓ દબંગ ,ધનવાન અને ક્રૂર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોઇ શકે છે જેથી કોઈ જાહેરમાં એમના નામ લખતાં પણ ડરે છે.આરોપીઓ ના લાલચ,ડર,ભયથી કદાચ ફરિયાદીઓ એ પણ ફરિયાદ ને અવળે પાટે ચડાવવા અથવા પોતાના પરિવાર નો જીવ બચાવવા ફરિયાદીઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેના થી આરોપીઓ કેટલા શકતિશાળી દબંગ હશે એનો અંદાજ આવી શકે છે.આખાય પ્રકરણમાં ગુનેગારો ને કોણ સંરક્ષણ આપી રહયું છે એ બાબતો ની સચાઈ થી તપાસ કરવામાં આવે તો નરાધમ અપહરણ કરનારા આરોપીઓ ની ઓળખ ઝડપથી થાય એમ છે અને વાગડ જેવા રાપર ભચાઉ માં માસુમ દિકરી ઓ ઉપર બનતા પિશાચી બનાવો અંકુશમાં આવે.
રાપર પોલીસ અને તેની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પણ ભચાઉ પોલીસ ની અત્યાર સુધી આવા જઘન્ય અને સમાજ ને માટે કલંકિત આખાય ભચાઉ નગરની ઈજજત ને શર્મશાર કરનાર સમાજ માં ભય અને આતંકનો વાતાવરણ બનાવનાર આરોપીઓ ને ન પકડવા ની આ બાબત કાયદા માટે શરમજનક છે. આ આખાય કેસના આરોપીઓ નો
આ તમામ બાબતો ને ધ્યાનમાં રાખીને આ કેસના જે પણ આરોપીઓ છે કદાચ પોલીસ તપાસમાં નામ મળી પણ ગયા હોય એ તમામ ની જેમણે આરોપીઓ ને મદદ કરી છે એ તથા પોલીસ ને ગેરમાર્ગે દોરનાર કહેવાતા આગેવાનો ઉપર પણ પોલીસ ને ગેરમાર્ગે દોરવાની,ફરિયાદ રફેદફે કરવાની, નગરમાં જાતિય,ધાર્મિક હિસા ફેલાવવા ના કાવત્રા કરવાની,દેશમાં દંગા કરાવવા ની કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે.
આ ઉપર મુજબ ની અમારી વ્યાજબી અને કાયદો વ્યવસ્થા ના હિતમાં, દેશની શાતિ સલામતી ના હિતમાં, દિકરી,સ્ત્રી,શિક્ષણ ની સલામતી ના હિતમાં, બંધારણીય અધિકારોના હિતમાં ભચાઉ નગરમાં ફેલાયેલા આવા નરાધમોના આતંકીત ભય સામે લોકમાગણીઓ ઉપર આપની કક્ષાએ થી યોગ્ય,મજબૂત,કડક તેમજ નગરના સામાન્ય ગરીબ લોકોને સંતોષ થાય એવા પગલાં ભરવામાં નહીં આવે તો અમો કચ્છ જિલ્લા કોગ્રેસની આગેવાની હેઠળ ( ભચાઉ શહેર કોગ્રેસ) (ભચાઉ તાલુકા કોગ્રેસ) (જિલ્લા-તાલુકા, ભચાઉ શહેર ,તાલુકા મહિલા કોગ્રેસ) (ભચાઉ -શહેર-તાલુકા સેવાદળ,જિલ્લા,તાલુકા, શહેર સેવાદળ) (જિલ્લા, તાલુકા, શહેર કોગ્રેસ એસસી સેલ) (ઓબીસી સેલ ) (લઘુમતી સેલ ) તમામ યુવા અને એન.એસ.યુ.આઈ કોગ્રેસની ટીમોનની આગેવાની હેઠળ નગરના સભ્ય લોકો, સામાજિક સંગઠનોને સાથે રાખી ભચાઉ નગરમાં કાયદો વ્યવસ્થા ની ઢીલી નિતિનો ધરણાં આપી વિરોધ કરવામાં આવશે્

નકલ રવાના.
(૧)જિ.પો.અધિકારી (એસપી પૂર્વ કચ્છ) ગાધીધામ
(૨)ગૃહ મંત્રી શ્રી ગાધીનગર
(૩)કલેકટર શ્રી કચ્છ
(૪)મંત્રી શ્રી મહિલા અને બાલ કલ્યાણ ગુજરાત સરકાર – લી – ધર્મેન્દ્રસિંએસ.જાડેજા (મહામંત્રી ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: