પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર હાઈવે દેવ – બંધવડ પાસે રાત્રે ગમખ્વાર અકસ્માત ત્રણ ના મોત એક ઘાયલ

ગુજરાતમાં જાણે દિવસે ને દિવસે અકસ્માતો વધતાં જાય છે ત્યારે પાટણ જિલ્લા ના રાધનપુર ગામના ભાભર હાઇવે આવેલ દેવ – બંધવડ રોડ પાસે રાત્રે આઠ વાગ્યા આસપાસ ડમ્પર ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.

જ્યારે એક વ્યકિત ઈજાગ્રસ્ત થયો હતો.જેને તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો રિક્ષામાં સવાર તમામ લોકો રાધનપુરના બંધવડ ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી છે.ગમખ્વાર અકસ્માત થી ત્રણ ના મૃતુયું થતાં બંધવડ ગામે શોકનું મોજું ફરી વળ્યું હતું