સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા દ્રારા વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક ૨૭૬/૯૧ માં સી.આર.સી. ૩૧ બમરોલી પાંડેસરા કક્ષાએ શિક્ષકોના ટી.એલ.એમ. વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ જેટલી શાળાના ૨૦ શિક્ષકો એ ભાગ લીધો હતો. બાળકોના અધ્યયન નિષ્પત્તિ આધારિત T.L.M. નું નિર્માણ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. સાથેજ શાળા કક્ષાએ શિક્ષકોએ બનાવેલા T.L.M. નું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું કે જેથી શિક્ષકો એકબીજામાં રહેલી હુન્નર શાળાના બાળકો તેમજ શિક્ષકો સુધી પહોચાડી શકે.