અંજાર તાલુકાનાં વરસામેડી ગામે આવેલ વેલસ્પન કંપની દ્વારા WELASSURE PRIVATE LIMITED નાં નામે કંપનીનો જ કોન્ટ્રાકટ ચાલે છે, જેનાં કારણે વર્કરોને મોટા પાયે નુકશાન થઈ રહયું છે તેમનું શોષણ થઈ રહેલ હોઈ અને કંપનીમાં તેમજ કોન્ટ્રાકટમાં કામ કરતાં લેબરોને મીનીયમ વેઝીસ મુજબ પેમેન્ટ આપવામાં આવતું નથી તે બાબત ફરિયાદ

અંજાર તાલુકાનાં વરસામેડી ગામે વેલસ્પન કંપની આવેલ છે , જે વેલસ્પન કંપનીમાં હજારો વર્કર નોકરી કરે છે અને પોતાની રોજીરોટી મેળવેલ છે. છેલ્લા થોડા વર્ષોમાં વેલસ્પન કંપની દ્વારા જ WELASSURE PRIVATE LIMITED નાં નામે પ્રાઈવેટ લીમીટેડ કંપની શરૂ કરવામાં આવેલ છે અને વેલસ્પન કંપની પોતે જાતે પોતાની કંપનીમાં લેબરનો કોન્ટ્રાકટ ચલાવવામાં આવી રહેલ છે , જેનાં કારણે સ્થાનિક વર્કરો તથા અન્ય વર્કરોને મોટા પાયે નુકશાન થઈ રહેલ છે અને વર્કરોનું ખૂબ જ શોષણ થઈ રહેલ છે . કંપનીમાં કામ કરતાં તથા કોન્ટ્રાકટમાં કામ કરતાં વર્કરોને સરકારશ્રીનાં નિયમોનુસાર મીનીયમ વેઝીસ તથા અન્ય એલાઉન્સ આપવામાં આવતાં નથી તેમજ કંપની દ્વારા વર્કરોને ઓવર ટાઈમનું પેમેન્ટ પણ ચુકવવામાં આવતું નથી અને આ કોન્ટ્રાકટનાં કારણે કંપની નકકી કરે છે કે કોણે કંપનીમાં નોકરી આપવી અને કોને કોન્ટ્રાકટમાં લગાડવા. નાની નાની બાબતોમાં વર્કરોને પરેશાન કરવામાં આવે છે. સસ્પેન્ડ કરવામાં આવે છે . કાર્ડ બ્લોક કરવામાં આવે છે સ્ટાફ અને વર્કરો માટેનાં નિતી નિયમો જુદા જુદા છે. આ કંપનીનાં જ કોન્ટ્રાકટનાં કારણે વર્કરોનાં શોષણની સાથે સાથે વર્ષોથી કામ કરતાં વર્કરોને જુજ પગાર વધારો કરી મોટા પાયે નાણાંકીય ભષ્ટ્રાચાર આચરવામાં આવી રહેલ છે. તો અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે આ કોન્ટ્રાકટ કંપનીનો જ છે અને તેનાં ડાયરેકટરો કોણ છે તેની માહિતી મંગાવવામાં આવે તેમજ આ કંપની વેલસ્પન કંપનીમાં કઈ રીતે કામગીરી કરી રહેલ છે અને કંપનીમાં કામ કરતાં વર્કરોનાં પગાર વધારાનાં નિયમો મુજબ પગાર વધારો કરવામાં આવે છે કે નહીં ? તેમજ વર્ક ઓર્ડર તથા તેને ચુકવવામાં આવતાં પેમેન્ટ સહિતની માહિતી માંગવામાં આવે તો ખૂબજ મોટા પાયે ભષ્ટ્રાચાર બહાર આવે તેમ છે. જો આ બાબતે સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો તથા વર્કરોને સાથે રાખીને વેલસ્પન કંપની સામે જિલ્લા કોંગ્રેસ આગેવાનો તેમજ અંજાર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા ઘેરાવો કરી ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે . જેની સંપુર્ણ જવાબદારી લાગતા વળગતાં સત્તાધીશોની રહેશે . જેથી આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરીને વેલસ્પન સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને WELASSURE PRIVATE LIMITED નો કોન્ટ્રાકટ વેલસ્પન કંપનીમાં બંધ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે. રીપોર્ટ – ગની કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: