અરણીટીંબા ની સરકારી પ્રાથમિક શાળામાં પ્રતિભાશાળી વિદ્યાર્થી એ શાળાનું અને ગામનું ગૌરવ વધાર્યું

“ધોરણ 6 અભ્યાસ કરતી બાળાએ શિક્ષકોને આશીર્વાદથી સફળતાની સીડી નાની ઉંમરે પ્રાપ્ત કરી!!!”

વાંકાનેર તાલુકાના ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં શાળાએ સંસ્કાર નું જ્ઞાન છે તે કહેવતને સાર્થક કરી નાની બાળા એ નાના ગામમાં મોટું નામ કાઢ્યું હા આપણે એવા જ એક ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ છની વિદ્યાર્થી નિકિતા દિલીપભાઈ બાબરીયા તે પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે જે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવાના ભાગરૂપે તેજસ્વી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે અરણીટીંબા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી ગામનું અને શાળાનું ગૌરવ વધાર્યુ છે

જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે દર વર્ષે અરણીટીંબા સરકારી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ ધોરણ છની પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર પ્રાપ્ત કરે છે જેમાં આ વર્ષે 2022માં નિકીતાબેન દિલીપભાઈ બાબરીયા તેમજ ગયા વર્ષે અંકિતા ભુપતભાઈ બાબરીયા તે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે જેથી સમગ્ર અરણીટીંબા અને અરણીટીંબા સરકારી પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે જેથી બંને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આચાર્ય મુમતાજ બેન અને સમગ્ર સ્ટાફ હસ્તે બંને વિદ્યાર્થીઓની ને પ્રમાણપત્ર આપતા ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: