સુરતનો ચૌટા બજારમાં પોલીસ કમિશનરને મોડી સાંજે અચાનક મુલાકાતને લઇને વેપારી અને સ્થાનિક લોકોમાં ખળભળા

સ્થાનિક લોકોના રાજકીય અગ્રણી નિતીન ભજીયા વાલા સાથે અજય કુમાર તોમર સાથે મીટીંગ કરીને સમગ્ર વિસ્તારની સમીક્ષા કરી સુરત શહેરના પોલીસ કમિશનર પ્રથમ વખત સુરત જનરલ હોસ્પિટલને મુલાકાત લઇને સમગ્ર વિસ્તારમાં સ્થાનિક લોકો અને વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સુરત શહેરના રાજમાર્ગ પર આવેલા ચૌટા બજારમાં મોડી સાંજે પોલીસ કમિશનર અજય કુમાર tomar દ્વારા અચાનક મુલાકાત લેતા આખા ચૌટા બજારમાં ખળભળાટ મચી ગયો હતો અને ચૌટા બજારમાં વેપારીઓ અને રહીશોને થતી મુશ્કેલીઓને સમીક્ષા પોલીસ કમિશનર સ્થાનિક લોકો સાથે મળીને કરી હતી

સુરત શહેરના વર્ષોથી રાજમાર્ગ પર આવેલું ચૌટા બજાર મહિલાઓથી ઉભરાતું હોય છે અને દક્ષિણ ગુજરાત તેમજ શહેરીજનો ખરીદી અર્થે ચૌટા બજારમાં મુલાકાત લેતા હોય છે ત્યારે ચૌટા બજારમાં દરરોજ લાખોની સંખ્યામાં અવર જવર થતી હોય છે તેમજ ચૌટા બજારમાં અનેક લોકોને વિધર્મી લોકો દ્વારા હેરાન પરેશાન કરવાના લઈને સ્થાનિક રાજકીય અગ્રણી નીતિનભાઈ ભજીયાવાલા વારંવાર મહાનગર પાલિકા તેમજ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી જેને લઇને છેલ્લા દસ દિવસથી ચૌટા બજારમાં સ્થાનિક રહીશો દ્વારા પોતાના વાહનો રસ્તાની વચ્ચે પાર્ક કરી દેતા હતા જેને લઈને ભારે હોબાળો મચ્યો હતો આ બાબતે શહેર પોલીસ કમિશનર પ્રજાલક્ષી કાર્યો માટે દોડતા હોય છે

આજરોજ અચાનક સાત વાગ્યા પછી પોલીસ કમિશનર અજય કુમાર તોમર સુરત શહેરના લાલગેટ થી ચૌટા બજાર માં khapatia chakla સુધી ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેને લઇને ચૌટા બજારમાં વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો એક તરફ વેપારીઓ અને બીજી તરફ સ્થાનિક રહીશો દ્વારા પોલીસ કમિશનરને સ્થાનિક સમસ્યાને લઇને ચર્ચા વિચારણા થઇ હતી તેમજ ચૌટા બજારમાં રહેતા પૂર્વ ભાજપના પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા સાથે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરની મિટિંગ કરીને સમગ્ર વિસ્તારમાં પોલીસ કમિશનરને ફૂટ પેટ્રોલિંગ સાથે ફેરવાયા હતા અને સ્થાનિક સમસ્યા લઈને પોલીસ કમિશ્નરે સમીક્ષા કરીને કરી હતી ખાસ કરીને ચૌટા બજારમાં વર્ષો જૂની સુરત જનરલ હોસ્પિટલ ને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી અને ખુદ પોલીસ કમિશનર સુરત જનરલ હોસ્પિટલની મુલાકાત કરી હતી આગામી દિવસમાં ટ્રાફિક તેમજ સ્થાનિક પોલીસ અઠવાલાઇન્સ ને આ સંદર્ભે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે અને સ્થાનિક વેપારીઓ પોતાની દુકાનની બહાર કોઈપણ પ્રકારનું દબાણ નહીં કરે તેની પણ તકેદારી રાખવાનો સ્થાનિક પોલીસ મથક અને ટ્રાફિક તેમજ મહાનગરપાલિકાના દબાણ વિભાગને સૂચનાઓ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે પોલીસ કમિશનર દ્વારા નાના વેપારીઓને કોઈપણ સમસ્યા ન થાય તેની પણ વિશેષ કાળજી લેવાનું પણ અધિકારીઓને જણાવ્યું હતું પરંતુ આ દબાણ બાબતે પોલીસ કમિશનર કેટલા સફળ થશે તે તો આવનાર દિવસ બાદ ખબર પડશે હંમેશા પ્રજાલક્ષી કાર્યો તડપર રહે છે તેમજ વિધર્મી લોકો દ્વારા સ્થાનિક લોકોને હેરાનગતિ કરવામાં આવે છે તે બાબતે સ્થાનિક લોકો અને પોલીસ મથકનો સંપર્ક કરો પણ તેમને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: