હળવદના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા

મહાશિવરાત્રી પર્વને લઈ વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી
મહાશિવરાત્રી ભગવાન ભોળાનાથની પૂજન અને અર્ચન માટે નો મહત્વનો દીવસ માનવામાં આવે છે. ત્યારે વહેલી સવાર થી જ હળવદ પંથકના તમામ શિવાલયો માં ભક્તો નું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

મહાશિવરાત્રી ને લઈ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હળવદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યયા હતા. શિવાલયોમાં શિવરાત્રી મહોત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્રયજ્ઞ, ધ્વજારોહણ, ભાંગપ્રસાદ, મહાઆરતી, સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતાં.

શહેરમાં ભક્તો દ્વારા મહાદેવની પાલખીની શોભાયાત્રા વાજતેગાજતે હર મહાદેવ ના નાદ સાથે શહેરમાં નીકળી હતી. શિવભક્તો દ્વારા શિવાલયોમાં વહેલી સવાર થી મહાદેવ ની પુજા અર્ચના અભિષેક અને શિવ ઉપાસના કરવામા ઉમટી પડ્યા.હળવદ નાં વિવિધ શિવાલયોમાં શિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શરણેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, ગૌલોકેશ્રવર મહાદેવ, ભીડભંજન મહાદેવ,નીલકંઠ મહાદેવ, ભવાની ભૂતેશ્વર મહાદેવ, પંચમુખી મહાદેવ, જાગનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ,વગેરે શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા,સમગ્ર શહેર શિવમય બન્યું હતું. વહેલી સવાર થી જ માનવ મહેરામણ ઉમટી પડયો હતો.રીપોર્ટ – મયુર રાવલ હળવદ



