સુરત શહેરનાં ચૌટા બજારમાં સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારી સામે આવી

સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીને કારણે ચૌટા બજાર વિસ્તારમાં સ્થાનિક રહીશો અને દબાણ કરનારા વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું  છે. ચૌટા બજારમાં દબાણ કરનારાની દાદાગીરી સામે તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં ભરતાં સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. ત્યાં સુધી ચૌટા બજારમાં ગેરકાયદે દબાણ નહીં હટે ત્યાં સુધી સ્થાનિકોએ રસ્તાની વચ્ચે ફોર વ્હીલર પાર્ક કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ચૌટા બજારમાં સ્થાનિકો જાહેર રસ્તા પર ગાડી પાર્ક કરીને વિરોધ કરી રહ્યા હોવા છતાં પાલિકા કે પોલીસની ઉંઘ ઉડતી નથી તેના કારણે આ ઘર્ષણ લોહિયાળ બને તેવી ભીતિ સેવાઈ રહેલી છે.

દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજારમાં દબાણ દુર કરવામાં પાલિકા અને પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. પાલિકા અને પોલીસની નિષ્ફળતાના કારણે ચૌટા બજાર તથા આસપાસ રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૌટા  બજારમાં દબાણ કરનારા બહારના વિસ્તારમાંથી આવે છે અને અહીં આવીને ગેરકાયદે દબાણ કરી રહ્યા છે. આ દબાણને કારણે સ્થાનિકોને પોતાના ઘરે જવાની મુશ્કેલી પડી રહી છે.પાલિકા પોલીસની બેદરકારીના કારણે ચૌટા બજારમાં સ્થાનિક દબાણ કર્તા વચ્ચે ઘર્ષણ પાલિકા પોલીસે દબાણના હટાવતાં સ્થાનિકોએ ચૌટાબજારના રસ્તા વચ્ચે ફોર વ્હીલ મુકી વિરોધ દર્શાવ્યોબે દિવસ પહેલાં સ્થાનિક પોતાની બાઈક પર જતાં હતા લારીવાળાએ દાદાગીરી કરી કહ્યું બીજેથી જાવ અથવા બાઈક લઈ આવવું જ નહીં તેવું કહેતાં બખેડો સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીને કારણે ચૌટા બજાર વિસ્તારમાં સ્થાનિક રહીશો અને દબાણ કરનારા વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું  છે. ચૌટા બજારમાં દબાણ કરનારાની દાદાગીરી સામે તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં ભરતાં સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. ત્યાં સુધી ચૌટા બજારમાં ગેરકાયદે દબાણ નહીં હટે ત્યાં સુધી સ્થાનિકોએ રસ્તાની વચ્ચે ફોર વ્હીલર પાર્ક કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ચૌટા બજારમાં સ્થાનિકો જાહેર રસ્તા પર ગાડી પાર્ક કરીને વિરોધ કરી રહ્યા હોવા છતાં પાલિકા કે પોલીસની ઉંઘ ઉડતી નથી તેના કારણે આ ઘર્ષણ લોહિયાળ બને તેવી ભીતિ સેવાઈ રહેલી છે.


દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજારમાં દબાણ દુર કરવામાં પાલિકા અને પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. પાલિકા અને પોલીસની નિષ્ફળતાના કારણે ચૌટા બજાર તથા આસપાસ રહેતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૌટા  બજારમાં દબાણ કરનારા બહારનાં વિસ્તારમાંથી આવે છે અને અહીં આવીને ગેરકાયદે દબાણ કરી રહ્યા છે. આ દબાણને કારણે  સ્થાનિકોને પોતાના ઘરે જવાની મુશ્કેલી પડી રહી છે.બે દિવસ પહેલાં ચૌટા બજાર વિસ્તારમાં રહેતા એક યુવાન પોતાના દિકરાને મુકવા સ્કુલે જતો હતો. દરમિયાન રસ્તા વચ્ચે એક લારી ઉભી હતી. આ વ્યક્તિએ બાઈક જતી ન હોવાથી લારી હટાવવા માટે જણાવ્યું હતું. તો માથાભારે દબાણ કરનારાએ કહ્યું તું બાજુએથી જા, લારી હટશે નહીં, જો ગાડી ચલાવતા ફાવતી ન હોય તો આ વિસ્તારમાં આવવું જ નહીં. આવું કહેતાં સ્થાનિક રહીશોએ કહ્યું હતું  અમે અમારા ઘરે જઈએ છીએ તમે દબાણ કરો છો. તેમ કહેતાં દબાણ કરનારાઓએ સ્થાનિકને ઘેરી લીધો હતો.
આ દબાણ હટાવવા માટે સ્થાનિકો સમયાંતરે પાલિકા અને પોલીસમાં અરજી કરી રહ્યાં છે. પરંતુ પાલિકા અને પોલીસ આ દબાણ કાયમી ધોરણે હટાવી શકી નથી. પાલિકા અને પોલીસની નબળી કામગીરીથી કંટાળીને સ્થાનિક રહીશોએ પોતાની ફોર વ્હીલર ગાડી લારી નાં દબાણ થાય છે. તે જાહેર રસ્તા પર પાર્ક કરવાનું શરૂ કરી દીધું છે. બે દિવસથી સ્થાનિક રહીશો ગેરકાયદે દબાણ ના વિરોધમાં જાહેર રસ્તા પર પાર્કિંગ કરી રહ્યાં છે. તેમ છતાં પાલિકા કે પોલીસ તંત્રની ઉંઘ ઉડતી નથી. જો પાલિકા અને પોલીસ આ ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરીમાં સખ્તાઈ નહીં રાખે તો માથાભારે તત્વો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ લોહિયાળ બને તેવી શક્યતાં નકારી શકાતી નથી. – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: