રાપર ભાજપ દ્વારા ચાર રાજ્યોમાં ભાજપ ની સરકાર આવતા વિજયોત્સવ ઉજવ્યો

રાપર આજે પાંચ રાજ્ય ની મતગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં ઉતર પ્રદેશ મણીપુર પંજાબ ગોવા અને ઉત્તરાખંડ ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ઉતર પ્રદેશ મણીપુર ગોવા અને ઉત્તરાખંડમાં ભાજપ ની સરકાર બની રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવ્યો હતો

તે અન્વયે રાપર ભાજપ કાર્યાલય ખાતે રાપર શહેર ભાજપ તાલુકા ભાજપ યુવા મોરચો લધુમતી મોરચો અનુસુચિત જાતિ મોરચો બક્ષીપંચ મોરચા સહિત ના વિવિધ મોરચા દ્વારા વિજયોત્સવ મનાવ્યો હતો જેમાં રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા ભીખુભા સોઢા રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા હઠુભા સોઢા નિલેશ માલી જાનખાન બલોચ વાલજી વાવીયા રમેશ સાધુ રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા પ્રદિપસિંહ સોઢા રાજભાઈ બારી રાણાભાઈ બળવંત ઠક્કર શૈલેષ ચંદે દિનેશ વાવીયા ભરત રાજપૂત અવિનાશ પ્રજાપતિ રમેશ સાધુ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

ફટાકડા ફોડી એકબીજા ને મીઠું મો કરાવી ઉજવણી કરવામાં આવી હતી તો હિન્દુ યુવા વાહીની ગુજરાત એકમ ના પ્રમુખ યોગી દેવનાથ બાપુ ની આગેવાની હેઠળ બક્ષીપંચ મોરચા રાપર શહેર અને તાલુકા દ્વારા દેના બેંક ચોક થી પ્રાગપર ચોકડી સુધી બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજયોત્સવ ની ઉજવણી કરી હતી
