શ્રી કારૂડા પ્રા શાળ મા “એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

રાપર એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ રાજ્ય નું ગુજરાત રાજ્ય વચ્ચે જોડાણ થયેલ છે. જુદા જુદા રાજ્યો બીજા રાજ્યો ની સાંસ્કૃતિક, સાહિત્યિક, ભૌગોલિક તેમજ સામાજિક રીતિરિવાજો થી માહિતગાર થાય તથા એક બીજાની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ પ્રગટ થાય તે હેતુ થી આ અભિયાન આપવામાં આવ્યું છે તેં કાર્યક્રમ અંતર્ગત રાપર તાલુકાની નાનકડી શાળા શ્રી કારૂડા પ્રાથમિક શાળા માં છત્તીસગઢ રાજ્ય ની સંસ્કૃતિ ની ઝલક બતાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું.

છત્તીસગઢ ની આદિવાસી સંસ્કૃતિ ના લોકનૃત્ય,ભાષા,બોલી તથા પહેરવેશ ને ઝલક બતાવતા નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા ધોરણ ૬ થી ૮ ની બાળા ઓ દ્વારા છત્તીસગઢ ની આદિવાસી સંસ્કૃતિ પ્રદર્શન લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું શાળા ના આચાર્ય સુરેશભાઈ રાવત સાહેબ દ્વારા છત્તીસગઢ રાજ્ય વિશે વિસ્તૃત માહિતી બાળકો ને આપી હતી આ ઉપરાંત હેતલબેન ,રાગીણી બેન તથા હસમુખભાઈ પરમાર દ્વારા છત્તીસગઢ વિશે પ્રશ્નોત્તરી સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને એક પાત્ર અભિનય જેવી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને અંતે શિક્ષક શ્રી વાઘેલા રાજેન્દ્રસિંહ સાહેબ દ્વારા ઈનામ વિતરણ તથા આભારવિધિ કરવામાં આવી હતી – રીપોર્ટ – મહેશ રાજગોર



