ગાંધીધામમાં અગ્રેસર નામના ધરાવતું એક માત્ર એક્ઝિબિશનએટલે સંસ્કૃતિ ફેસ્ટિવલ મેલા

આ એક્ઝિબિશન ૫ અને ૬ માર્ચના ગાંધીધામના રેનેસ્ટ હોટેલ ખાતે યોજાયું હતું આ એક્ઝિબિશન મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ એક્ઝિબિશન માં ભારતભર માંથી જુદા જુદા ૪૫ થી વધુ સ્ટોલ રહયા હતા. અડીખમ આહીર સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આવા અનેક કાર્યો થતા રહે તેમજ દરેકને એક સુંદર પ્લેટફોર્મ મળી રહે તે માટે સૂચન કર્યું હતું. આ એક્સીબીએસનને અડીખમ આહીર સમાજ દ્વારા આયોજક સમીરભાઇ સેવક ને બેસ્ટ એક્ઝિબિશન ઈન ગાંધીધામ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ એક્ઝિબીએસન અસ્મિતા બલદાનીયા, નાગાવલાડીયા ગ્રામ પંચાયતના સરપંચ દેવીબેન કાનગડ, સોસિયલ વર્કના રેકોર્ડ હોલ્ડર ડોકટર પ્રવિના આહીર, અડીખમ આહીર સમાજ મહિલા શક્તિ વિંગના ક્ચ્છ ઝોનના સેક્રેટરી મીનાબેન વાઘમસી, નાની ચીરઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ડાઈબેન કિરણભાઈ ચાવડા, ભિમાસર ચકાસર ગ્રામ પંચાયતના સરપંચ ડાઇબેન હરેશભાઇ હુબલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા – રીપોર્ટ – એમ.જી.દવે. ગાંધીધામ