શિષ્યએ બનાવેલી ગુરૂના નામની શાળાનું ભવ્ય ઉદધાટન

જગદીશ ત્રિવેદીએ પાંચ કલાકારોના નામની શાળાઓ બનાવવાની જાહેરાત કરી

જાણીતા હાસ્યકલાકાર લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ પોતાના કલાગુરૂ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે જ્યાં પોતાની શિક્ષક તરીકેની કારકીર્દી શરુ કરી હતી એવા કાબરણ ગામમાં એમના નામની સરકારી શાળા બનાવી આપી હતી. સુરેન્દ્રનગર જીલ્લાનાં ચોટીલા તાલુકાના કાબરણ ગામમાં ગઈકાલે કલાકારોનો મેળો ભરાયો હતો. શાહબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી, સાંઈરામ દવે, ભરત યાજ્ઞિક, બિહારી હેમુ ગઢવી, યોગેશ ગઢવી, જીતુભાઈ દ્રારકાવાળા, જીતુ દાદ ગઢવી, અનુભા ગઢવી, દેવરાજ ગઢવી, દીપક જોષી, જયમંત દવે, મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા અને ભરતદાન ગઢવી સહીત આશરે સો જેટલાં વિશ્વવિખ્યાત કલાકારોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ મેમનગરનાં પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે આ સરકારી શાળાનું ઉદધાટન થયું હતું.

આ પ્રેસંગે જગદીશ ત્રિવેદીએ ભવિેષ્યમાં પાંચ કલાકારોના જેવા કે ૧.હાસ્યકલાકાર, ૨.ભજનીક, ૩.લોકસાહિત્યકાર, ૪.લોકગાયક અને ૫. સાજીંદા એમ પાંચ જુદાજુદા પ્રકારનાં પાંચ કલાકારોના નામની પાંચ સરકારી શાળાઓ બનાવી આપવાની જાહેરાત કરી હતી જેને ઉપસ્થિત મેદનીએ વધાવી હતી. આ પ્રસંગે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે જણાવ્યું હતું કે મારા શિષ્યએ મારા નામની સરકારી શાળા બનાવીને મને ઉજળો કરી બતાવ્યો છે. જગદીશ ત્રિવેદી દ્રારા બનેલી આ કુલ સાતમી શાળા હતી. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: