ખેરાલુ વૃંદાવન મહાદેવ મંદિર નજીક ધારાસભ્ય અજમલજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને ડૉ આંબેડકરભવન નો શિલાન્યાસ વિધિ કરવામાં આવી

ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ હેમંત શુક્લ ઉપપ્રમુખ સહિત ચેરમેન શ્રીઓ તથા સદશયો સાથે ભાજપ અગ્રણી અરવિંદભાઈ પ્રજાપતિ સહિત સરપંચ ગોવિંદભાઈ હિરવાણી વગેરે હાજર રહ્યા હતા
ખેરાલુ નગરપાલિકાના સદશયો એ એક હજાર ચોરસ મીટર જમીન ઉપર બનનાર આ ભવન ની સંરક્ષણ દિવાલ માટે ગ્રાન્ટ ફાળવણી કરી કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું નિવૃત્ત ટીડીઓ નવીનભાઈ પરમાર એ જણાવ્યું હતું

ખેરાલુ ખાતે આજના આયોજન માં હાજર ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ સહિત મહેમાનો નું ફુલછડી થી સન્માન કરાયું હોવાનું પરસોતમભાઈ મકવાણા એ જણાવ્યું હતું તા ૨૭/૨ ના રોજ મા.કલેકટર સાહેબ ના હુકમ નંબર જમીન /અપીલ / વસી / ૬૨૩ થી ૬૨૮ / ૨૦૦૮ / તારીખ ૧૯/૦૪/૨૦૦૮ થી સર્વેનંબર ૮૯ માં ૧૦૦૦/ (એક હજાર) ચોરસમીટર જમીન સરકારશ્રીના સામાજીક અને ન્યાય અધિકારીતા વિભાગના નામે તબદીલ કરાવવા જણાવતાં જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી વર્ગ-૧ એ જમીન ની માંગણી કરતાં મામલતદારશ્રી ખેરાલુ એ સ્.નં.-૮૯ મોદી ૧૦૦૦ ચો.મી.જમીનની માંગણીડૉ.ઓબેડકરભવના બોધકામ માટે માંગણી કરતો ઉપર નાસર્વેનંબર ૮૯ મોથી ૧૦૦૦/ ચો.મી જમીન આંબેડકર ભવનના બાંધકામ માટે તબદીલ કરેલ છે

જેની નગરપાલિકા દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવા ના કામે ગાન્ટ ફાળવવામાં આવતા આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર સાહેબના હસ્તે તેમજ મા. નગરપાલિકા પ્રમુખ શ્રી હેમંતભાઈ સુકલ , યોગેશભાઈ દેસાઈ ,દંડક શ્રીમતી સવિતાબેન અને કોર્પોરેટર શ્રીઓ જેઠાભાઈ પ્રજાપતિ , સુભાષભાઇ દેસાઈ ની હાજરીમાં તેમજ સમાજના અગ્રણી આગેવાનોશ્રી પુરુષોતમભાઇ મકવાણા , પ્રકાશચંદ્ર સુતરીયા , રામજીભાઈ પરમાર , નવીનચંદ્ર પરમાર , હાર્દિકકુમાર કેરાલા ,રમણલાલ પરમાર , કિર્તિકુમાર પરમાર , હરેશકુમાર પરમાર , ચંદ્રકાંત પરમાર દિનેશભાઈ પરમાર જયેશભાઈ પરમાર અમિતભાઇ પરમાર હષૅદભાઇ લેઉવા , શ્રીમાળી સુરેશભાઈ ,ગોવિંદભાઈ રાવત , રમેશભાઈ રાવત , હાજરીમાં તા્-૨૭-૦૨-૨૦૨૨ ને રવિવારે ના ૧૨ – ૩૯ કલાકે ખાતમુરત કરવામાં આવેલ છે.દિવાલના બોધકામ માટે નગરપાલિકાના દંડક / કોપૉરેટર શ્રમતી સવિતાબેન નવીનચંદ્ર પરમારે તેમના ફાળામો આવતી ગ્રાન્ટમોથી ફાળવેલ છે – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: